
એવો પુરાવો પુરો થાય ત્યારે તે સબંધી કાયૅરીતિ
(૧) કલમ ૨૭૫ કે કલમ ૨૭૬ હેઠળ લેવાતી દરેક સાક્ષીની જુબાની પુરી થતી જાય તેમ આરોપી હાજર હોય તો તેની હાજરીમા અથવા તે વકીલ મારફત હાજર રહયો હોય તો તેના વકીલની હાજરીમાં તે સાક્ષીને વાંચી સંભળાવવી જોઇશે અને જરૂર હોય તો તેમાં સુધારો કરી લેવો જોઇશે (૨) સાક્ષીને જુબાની વાંચી સંભળાવવામાં આવે ત્યારે જુબાનીનો કોઇ ભાગ ખરો હોવાની તે ના પાડે તો મેજિસ્ટ્રેટ કે કોટૅના જજ તે જુબાનીમાં સુધારો કરવાને બદલ સાક્ષીએ તેના અંગે લીધેલા વાંધાની લેખિત નોંધ કરી શકશે અને તેમા પોતાને જરૂરી લાગે તેવી વિશેષ નોંધ તેણે કરવી જોઇશે (૩) જે ભાષામાં જુબાની આપવામાં આવી હોય તેવી ભાષામાં લખી લેવામાં આવી હોય અને લખાણની ભાષા સાક્ષી સમજતો ન હોય તો લખાયેલ જુબાની જે ભાષામાં આપવામાં આવી હોય તે ભાષામાં અથવા સાક્ષી સમજતો હોય તે ભાષામાં તેને સમજાવવી જોઇશે
Copyright©2023 - HelpLaw