આરોપીને અથવા તેના વકીલને જુબાની સમજાવવા બાબત - કલમ:૨૭૯

આરોપીને અથવા તેના વકીલને જુબાની સમજાવવા બાબત

(૧) આરોપી કોટૅમાં પોતે હાજર હોય અને તે સમજતો ન હોય તેવી ભાષામાં કોઇ જુબાની આપવામાં આવે ત્યારે ખુલ્લી કોટૅમાં તેને તે જુબાની તેને તે જુબાની તે સમજતો હોય તે ભાષામાં સમજાવવી જોઇશે (૨) આરોપી વકીલ મારફત હાજર રહયો હોય અને જુબાની કોટૅની ભાષા સિવાયની અને વકીલ ન સમજતો હોય તે ભાષામાં આપવામાં આવે તો તે જુબાની એવા વકીલને કોટૅની ભાષામાં સમજાવવી જોઇશે (૩) રીતસરની સાબિતી માટે દસ્તાવેજો રજુ થયા ત્યારે કોટૅની વિવેકબુધ્ધિ અનુસાર તેનો જેટલો ભાગ સમજાવવો જરૂરી જણાય તેટલો ભાગ સમજાવવામાં આવશે