
આરોપીની જુબાનીની નોંધ
(૧) મેટ્રોપોલીટન મેજિસ્ટ્રેટ આરોપીની જુબાની લે ત્યારે મેજિસ્ટ્રેટે આરોપીની જુબાનીનો સારાંશ કોટૅની ભાષામાં નોંધવો જોઇશે અને એવી નોંધમાં મેજિસ્ટ્રેટે પોતાની સહી કરવી જોઇશે અને તે રેકડૅનો ભાગ બનશે
(૨) મેટ્રોપોલીટન મેજિસ્ટ્રેટ સિવાયના મેજિસ્ટ્રેટ અથવા સેશન્સ કોટૅ આરોપીની જુબાની લે ત્યારે તેને પુછેલા દરેક પ્રશ્ન અંગે તેણે આપેલા દરેક જવાબ સહિત સમગ્ર જુબાની પુરેપુરી કોટૅના જજે કે મેજિસ્ટ્રેટ જાતે લખી જોઇશે અથવા જો શારિરિક કે બીજી અશકિતને લીધે પોતે તેમ કરી શકે તેમ ન હોય તો આ માટે તેણે નીમેલા કોટૅના અધીકારીએ તેની પ્રત્યક્ષ દોરવણી અને દેખરેખ હેઠળ લખી લેવી જોઇશે
(૩) લખાણ શકય હોય તો જે ભાષામાં આરોપીની જુબાની લેવામાં આવી હોય તે ભાષામાં અથવા જો તે પ્રમાણે શકય ન હોય તો કોટૅની ભાષામાં હોવુ જોઇશે
(૪) તે લખાણ આરોપીને બતાવી કે વાંચી સંભળાવવુ જોઇશે અથવા તે લખાણની ભાષા સમજતો ન હોય તો તે સમજતો હોય તે ભાષામાં તેને સમજાવવુ જોઇશે અને તેને પોતાના જવાબ સમજાવવાની કે તેમા ઉમેરો કરવાની છુટ રહેશે.
(૫) ત્યાર બાદ તેમા આરોપીને સહી કરવી જોઇએ અને મેજિસ્ટ્રેટ કે કોટૅના જજે પોતાની સહી કરી એવુ પ્રમાણિત કરવુ જોઇશે કે જુબાની તેની હાજરીમાં અને તેને સંભળાય તેમ લેવામાં આવી હતી અને તેમા આરોપીએ કરેલ કથનનુ પુરેપુરૂ અને ખરૂ બ્યાન લખી લેવામાં આવેલ છે. (૬) સંક્ષિપ્ત રીતે જતી ઇન્સાફી દરમ્યાનની આરોપીની જુબાનીને આ કલમમાંનો કોઇ મજકુર લાગુ પડતો હોવાનુ ગણાશે નહી.
Copyright©2023 - HelpLaw