કયારે સાક્ષીને હાજર રહેવામાંથી મુકિત આપી શકાય અને કમિશન કાઢી શકાય - કલમ:૨૮૪

કયારે સાક્ષીને હાજર રહેવામાંથી મુકિત આપી શકાય અને કમિશન કાઢી શકાય

(૧) આ અધિનિયમ હેઠળની કોઇ તપાસ ઇન્સાફી કાયૅવાહી કે અન્ય કાયૅવાહી દરમ્યાન કોઇ કોટૅ કે મેજિસ્ટ્રેટને એમ જણાય કે ન્યાયના હેતુ માટે કોઇ સાક્ષીને તપાસવો જરૂરી છે અને કેસના સંજોગો જોતા ગેરવાજબી ગણાય એવા વિલંબ ખર્ચે કે અગવડ વિના તેને હાજર કરાવી શકાય તેમ નથી તો તે કોટૅ કે મેજિસ્ટ્રેટ તેની હાજરી જરૂરી ન માનીને આ પ્રકરણની જોગવાઇઓ અનુસાર તેને તપાસવા માટે કમિશન કાઢી શકશે પરંતુ ભારતના રાષ્ટ્રપતિ કે ઉપરાષ્ટ્રપતિ અથવા કોઇ રાજયના રાજયપાલ કે સંઘ રાજયક્ષેત્રના વહીવટકતાને સાક્ષી તરીકે તપાસવાનુ ન્યાય માટે જરૂરી હોય ત્યારે તેમને તપાસવા માટે કમિશન કાઢવુ જોઇશે (૨) કોટૅ ફરિયાદ પક્ષના સાક્ષીની તપાસ માટે કમિશન કાઢતી વખતે એમ ફરમાવી શકશે કે વકીલની ફી સહિતનો આરોપીને ખચૅ ભરપાઇ થઇ શકે તે માટે કોર્ટને વાજબી લાગે તેટલી રકમ ફરિયાદ પક્ષે આપવાની રહેશે