કોના ઉપર કમિશન મોકલવુ તે બાબત - કલમ:૨૮૫

કોના ઉપર કમિશન મોકલવુ તે બાબત

(૧) તે સાક્ષી જેને અધિનિયમ લાગુ પડતો હોય તેવા પ્રદેશોમાં હોય તો યથાપ્રસંગ જે ચીફ મેટ્રોપોલીટન મેજિસ્ટ્રેટ કે ચીફ જયુડિશિયલ મેજિસ્ટ્રેટની સ્થાનિક હકુમતમાં તે સાક્ષી રહેતો હોય તેને મકિશન મોકલવુ જોઇશે

(૨) તે સાક્ષી ભારતમાં હોય પરંતુ જેને આ અધિનિયમ લાગુ પડતો ન હોય તે રાજય કે વિસ્તારમાં હોય તો કેન્દ્ર સરકાર આ માટે જાહેરનામાથી નિર્દિષ્ટ કરે તે કોટૅને કે અધિકારીને કમિશન મોકલવુ જોઇશે

(૩) તે સાક્ષી ભારતની બહારના કોઇ દેશમાં કે સ્થળે હોય અને કેન્દ્ર સરકારે તે દેશની કે સ્થળની સરકાર સાથે ફોજદારી બાબતો સબંધમાં સાક્ષીઓની જુબાની લેવાની ગોઠવણ કરી હોય તો કેન્દ્ર સરકાર આ માટે જાહેરનામાથી ઠરાવે તે નમુનામાં કમિશન કાઢવુ જોઇશે અને તેવી કોટૅ કે અધિકારી ઉપર કાઢેલુ હોવુ જોઇશે અને તેવા સતાધિકારીને રવાના કરવા માટે મોકલવુ જોઇશે