
પક્ષકારો સાક્ષીઓને તપાસી શકશે
(૧) આ અધિનિયમ હેઠળની જે કાયૅવાહીમાં કમિશન કાઢવામાં આવ્યુ હોય તે કાયૅવાહીના પક્ષકારો કમિશન કાઢનારી કોટૅ કે મેજિસ્ટ્રેટ કેસના મુદાને પ્રસ્તુત હોવાનુ ગણે તેવા પોતપોતાના લેખિત પ્રશ્નો મોકલી શકશે અને જેના ઉપર તે કમિશન મોકલવામાં આવે અથવા જેને તે બજાવવાની ફરજ સોપવામાં આવે તે મેજિસ્ટ્રેટ કોટૅ કે અધિકારી એવા પ્રશ્નો અંગે તે સાક્ષીને તપાસે તે કાયદેસર થશે
(૨) એવો કોઇ પણ પક્ષકાર તે મેજિસ્ટ્રેટ કોટૅ કે અધિકારી સમક્ષ વકીલ મારફત હાજર રહી શકશે અને પોતે કસ્ટડીમાં ન હોય તો જાતે હાજર રહી શકશે અને સદરહુ સાક્ષીના (યથાપ્રસંગ) સરતપાસ ઊલટ તપાસ અને ફેર તપાસ કરી શકશે
Copyright©2023 - HelpLaw