
કમિશન .પાછુ મોકલવા બાબત
(૧) કલમ ૨૮૪ હેઠળ કાઢેલા કમિશનની રીતસર બજવણી થયા પછી ત હેઠળ તપાસાયેલ સાક્ષીની જુબાની સાથે કમિશન કાઢનારી કોટૅ કે મેજિસ્ટ્રેટને તે પરત મોકલવુ જોઇશે અને તે કમિશન તે ઉપર થયેલી કાયૅવાહી અને તે જુબાની પક્ષકારો કોઇ પણ વાજબી સમયે જોઇ શકશે અને તમામ ન્યાયોચિત અપવાદોને બાદ કરતા તે કેસમાં બેમાંથી ગમે તે પક્ષકાર તેના ઉપર પુરાવા તરીકે આધાર રાખી શકશે અને તે રેકડૅનો એક ભાગ ગણાશે
(૨) એવી રીતે લીધેલી જુબાની ભારતના પુરાવા અધિનિયમ ૧૮૭૨ ની કલમ ૩૩થી ઠરાવેલી શરતો અનુસાર હોય તો બીજી કોટૅમાં તે કેસના ત્યાર પછીના કોઇ તબકકે પણ તેને પુરાવામાં સ્વીકારી શકાશે
Copyright©2023 - HelpLaw