વિદેશી કમિશનોની બજવણી
(૧) કલમ ૨૮૬ની અને કમિશનની બજવણી અને તે કરવા સબંધમાં હોય એટલા પુરતી કલમ ૨૮૭ અને કલમ ૨૮૮ની જોગાવાઇઓ જેમ કલમ ૨૮૪ હેઠળ કાઢેલા કમિશનને લાગુ પડે છે તે પ્રમાણે આ કલમમાં હવે પછી જણાવેલી કોટો ન્યાયાધીશો કે મેજિસ્ટ્રેટો પૈકી કોઇએ કાઢેલા કમિશનો સબંધમાં લાગુ પડશે
(૨) પેટા કલમ (૧)કલમમાં ઉલ્લેખાયેલ કોર્ટો ન્યાયાધીશો અને મેજિસ્ટ્રેટો નીચે પ્રમાણે છે
(ક) કેન્દ્ર સરકાર જાહેરનામાથી આ માટે નિર્દિષ્ટ કરે તેવી અને આ અધિનિયમ જેને લાગુ પડતો ન હોય તેવા ભારતના કોઇ વિસ્તારમાં હકુમત ભોગવતી કોટૅ ન્યાયાધીશ કે મેજિસ્ટ્રેટ
(ખ) કેન્દ્ર સરકાર જાહેરનામાથી આ માટે નિર્દિષ્ટ કરે તેવી અને ભારત બહાર કોઇ દેશમાં કે સ્થળે હકુમત ભોગવતી અને તે દેશમાં કે સ્થળે અમલમાં હોય તે કાયદા હેઠળ ફોજદારી બાબતો સંઘમાં સાક્ષીઓ તપાસવા માટે કમિશન કાઢવાનો અધિકાર ધરાવતી કોટૅ ન્યાયાધીશ કે મેજીસ્ટ્રેટ
Copyright©2023 - HelpLaw