
તબીબી સાક્ષીની જુબાની
(૧) કોઇ મેજિસ્ટ્રેટે આરોપીની હાજરીમાં લીધેલી અને શાખ કરેલી અથવા આ પ્રકરણ હેઠળ કમિશનથી લેવાયેલી કોઇ સિવિલ સજૅન કે બીજા તબીબી સાક્ષીની જુબાની આ અધિનિયમ હેઠળની કોઇ પણ તપાસ ઇન્સાફી કાયૅવાહી કે બીજી કાયૅવાહીમાં તે જુબાની આપનારને સાક્ષી તરીકે બોલાવાયેલ ન હોય તે પણ પુરાવા તરીકે આપી શકશે (૨) કોટૅ પોતાને જો યોગ્ય લાગે તો જુબાની આપનાર વ્યકિતને બોલાવીને તેની જુબાનીની બાબત અંગે તેને તપાસી શકશે અને ફરિયાદ પક્ષ કે આરોપી તેમ કરવા અરજી કરે તો તેણે તે પ્રમાણે કરવુ જ જોઇશે
Copyright©2023 - HelpLaw