મેજીસ્ટ્રેટ દ્રારા રીપોટૅની ઓળખ - કલમ:૨૯૧(એ)

મેજીસ્ટ્રેટ દ્રારા રીપોટૅની ઓળખ
(૧) કોઇ દસ્તાવેજ વ્યકિત કે મિલકતની બાબતમાં એકઝીકયુટીવી મેજિસ્ટ્રેટના હાથનો ઓળખ બાબતના મતલબનો તેનો ઉપયોગ આ અધિનિયમ હેઠળ કોઇ તપાસ કેસમાં કે બીજી કોઇ કાયૅવાહીમાં પુરાવા તરીકે કરી શકાશે જો કે આવા મેજિસ્ટ્રેટને સાક્ષી તરીકે બોલાવવામાં આવ્યા ન હોય
જોગવાઇ કરવામાં આવી છે કે જયારે આવા અહેવાલમાં કોઇ સાહેદ કે શંકાસ્પદનુ નિવેદન સમાવિષ્ટ હોય કે જેને કિસ્સા પ્રમાણે ભારતીય ફોજદારી અધિનિયમની કલમો ૨૧ ૩૨ ૩૩ અને ૧૫૫ અથવા ૧૫૭ની જોગવાઇઓ લાગુ પડશે આવા નિવેદનનો ઉપયોગ તે કલમોની જોગવાઇઓ મુજબ તે સિવાય આપેલ કલમ હેઠળ કરી શકાશે નહિ
(૨) અદાલતને જો યોગ્ય લાગે તો ફરિયાદ પક્ષના કે આરોપીની અરજી પર તે અહેવાલની વિષય વસ્તુ બાબત આવા મેજિસ્ટ્રેટને તપાસવા સમન્સ કાઢશે