
ટંકશાળાના અધિકારીઓનો પુરાવો
(૧) આ અધિનિયમ હેઠળની કાયૅવાહી દરમ્યાન તપાસ અને રિપોટૅ માટે તેને યોગ્ય રીતે સોંપાયેલ કોઇ બાબત કે વસ્તુ અંગે આ અથૅ કેન્દ્ર સરકાર જાહેરનામાથી નિર્દિષ્ટ કરે તેવો ટંકશાળના કોઇ ટંકશાળનો અથવા ચલણીનોટો છાપવાવાળા પ્રેસનો અથવા કોઇ સિક્યુરિટી પ્રિન્ટિંગ પ્રેસનો કન્ટ્રોલર ઓફ સ્ટેમ્પ્સ એન્ડ સ્ટેશનરીના અધિકારી સહિત અથવા ફોરેન્સીક ખાતાનો કે ફોરેન્સીક સાયન્સ લેબોરેટરી વિભાગનો અથવા શંકાશીલ દસ્તાવેજોને તપાસનાર સરકારી તપાસનીસ અથવા રાજય સરકારનો આવા શંકાશીલ દસ્તાવેજોને તપાસનાર અધિકારી જેમ કિસ્સો હોય તેમ કે (સ્ટેમ્પ અને સ્ટેશનરીના નિયંત્રકની કચેરી સહિત ભારતના સિક્પોરિટી પ્રેસના રાજયપત્રિત અધિકારીની સહીવાળોરિપોર્ટ હોવાનું અભિપ્રેત હોય તેવા દસ્તાવેજનો એવા અધિકારીને સાક્ષી તરીકે બોલાવેલ ન હોય તો પણ આ અધિનિયમ હેઠળની કોઇ તપાસ ઇન્સાફી કાર્યવાહી કે બીજી કાર્યવાહીમાં પુરાવા તરીકે ઉપયોગ કરી શકાશે
(૨) કોટૅ પોતાને યોગ્ય લાગે તો એવા અધિકારીને બોલાવી તેના રીપોટૅની બાબત અંગે તેને તપાસી શકશે પરંતુ એવા કોઇ અધિકારીને જેના ઉપરથી રિપોટૅ તૈયાર કરવામાં આવેલ હોય તે કોઇ રેકડૅ રજુ કરવા માટે બોલાવી શકશે નહી (૩) ભારતના પુરાવા અધિનિયમ ૧૮૭૨ ની કલમો ૧૨૩ અને ૧૨૪ ની જોગવાઇઓને બાધ આવ્યા વિના યથા પ્રસંગ ટંકાશાળના કે ભારતના સિકયુરિટી પ્રેસ (સિવાય કે ટંકશાળ અથવા ચલણીનોટો છાપનાર છાપખાનાના અથવા સિકયુરીટી છાપખાનાના અથવા કોઇ ફોરેન્સીક ખાતાના જનરલ મેનેજર અથવા ઇન્ચાજૅ અધિકારીની રજાથી અથવા ફોરેન્સીક સાયન્સ લેબોરેટરીના અથવા શંકાશીલ દસ્તાવેજોને તપાસનાર વિભાગના અથવા રાજય સરકારના આવા શંકાશીલ દસ્તાવેજોને તપાસનાર વિભાગના જેમ કેસ હોય તેમ ઇન ચાર્જ અધિકારીની પરવાનગીથી માસ્ટરની અથવા સ્ટેમ્પ અને સ્ટેશનરીના નિયંત્રકની પરવાનગીથી હોય તે સિવાય એવા કોઈ પણ અધિકારીને નીચે પ્રમાણે કરવાની છુટ આપવામાં આવશે નહી.
(ક) જેના ઉપરથી રિપોટૅ તૈયાર કરવામાં આવેલ હોય તે પ્રસિધ્ધ નહિ થયેલ સરકારીર કડૅમાંથી મેળવેલ કોઇ પુરાવો આપવાની અથવા (ખ) તે બાબત કે વસ્તુની તપાસ દરમ્યાન તેણે કરેલ કોઇ પણ કસોટીનો પ્રકાર કે વિગત જાહેર કરવાની
Copyright©2023 - HelpLaw