વિધિ પુરતો પુરાવો સોગંદનામાથી આપવા બાબત - કલમ:૨૯૬

વિધિ પુરતો પુરાવો સોગંદનામાથી આપવા બાબત

(૧) જેના પુરાવો વિધી પુરતો જ હોય તે વ્યકિતનો પુરાવો સોગંદનામાથી આપી શકશે અને તમામ ત્યાયોચિત અપવાદોને બાદ કરતા આ અધિનિયમ હેઠળની તપાસ ઇન્સાફી કાયૅવાહી કે બીજી કાયૅવાહીમાં તેના ઉપર પુરરાવા તરીકે આધાર રાખી શકાશે (૨) કોટૅ પોતાને યોગય લાગે તો તે વ્યકિતને બોલાવી તેના સોગંદનામામાં જણાવેલી હકીકતો અંગે તેને તપાસી શકશે અને ફરિયાદ પક્ષ કે આરોપી તેમ કરવા અરજી કરે તો તેણે તે પ્રમાણે કરવુ જોઇશે