જેની સમક્ષ સોગંદ ઉપર સોગંદનામા કરી શકાય તે સતાધિકારીઓ - કલમ:૨૯૭

જેની સમક્ષ સોગંદ ઉપર સોગંદનામા કરી શકાય તે સતાધિકારીઓ

(૧) આ અધિનિયમ હેઠળ કોઇ કોટૅ સમક્ષ ઉપયોગમાં લેવાના સોગંદનામા નીચેના કોઇ સમક્ષ સોગંદ કે પ્રતિજ્ઞા ઉપર કરી શકાશે

(ક) કોઇ ન્યાયાધીશ કે કોઇ પણ જયુડિશિયલ કે એકઝીકયુટીવ

મેજિસ્ટ્રેટ અથવા

(ખ) હાઇકોટૅ કે સેશન્સ કોટૅ નીમેલા સોગંદ માટેના કોઇ પણ કમિશનર અથવા

(ગ) નોટરી અધિનિયમ ૧૯૫૨ હેઠળ નિમાયેલા કોઇ પણ નોટરી (૨) સોગંદનામામા તે કરનાર પોતાની જાણ ઉપરથી સાબિત કરી શકે તેવી અને જે સાચી હોવાનુ માનવાને પોતાને વાજબી કારણ હોય એટલી જ હકીકતો હોવી જોઇશે અને તે હકીકતો અલગ અલગ જણાવવી જોઇશે અને સદરહુ માન્યતાવાળી હકીકત બાબતમાં સોગંદનામુ કરનારે તેવી માન્યતાના કારણો સ્પષ્ટ રીતે જણાવવા જોઇશે

(૩) સોગંદનામામા કોઇ નિંદાત્મક અને અપ્રસ તુત બાબત હોય તો તે કાઢી નાખવાનો કે સુધારી લેવાનો કોટૅ હુકમ કરી શકશે