અગાઉની ગુના કરવાની રીત સાબિતી કે નિર્દોષ છુટકારો સાબિત - કલમ:૨૯૮

અગાઉની ગુના કરવાની રીત સાબિતી કે નિર્દોષ છુટકારો સાબિત

આ અધિનિયમ હેઠળની કોઇ તપાસ ઇન્સાફી કાયૅવાહી કે બીજી કાયૅવાહીમાં અગાઉની ગુના સાબિતી કે નિદોષ છુટકારો તે સમયે અમલમાં હોય તેવા કાયદામાં ઠરાવેલી બીજી રીતે ઉપરાંત નીચે જણાવેલ દરેક પ્રસંગે આરોપી એ રીતે દોષિત ઠરેલ કે નિદોષ ઠરાવી છોડી મુકાયેલ વ્યકિત હોવા અંગેના પુરાવાની સાથે નીચે જણાવેલ રીતે સાબિત કરી શકાશે

(ક) જે કોટૅમાં આરોપીને દોષિત ઠરાવ્યાનો કે નિર્દેોષ છોડી મુકવાનો એવો હુકમ થયો હોય તે કોટૅના રેકડૅની કસ્ટડી ધરાવતા અધિકારીએ પોતાની સહીથી તે સજાના હુકમની કે છોડી મુકવાની હુકમની નકલ હોવાનુ પ્રમાણિત કરેલ ઉતારાથી અથવા

(ખ) આરોપી દોષિત ઠર્યો હોય ત્યારે જે જેલમાં પુરી કે અંશત સજા ભોગવાયેલ હોય તેના ઇન્ચાજૅ અધિકારીની સહીવાળા પ્રમાણપત્રથી અથવા જેલમાં મોકલવા અંગેના જે વોરંટ હેઠળ સજા ભોગવેલ હોય તે વોરંટ રજુ કરીને