
એક વખત દોષિત ઠરેલ કે નિર્દોષ ઠરાવી છોડી મુકાયેલ વ્યકિત ઉપર એ જ ગુના માટે ઈન્સાફી કાર્યવાહી નહિ કરવા બાબત.
(૧) હકુમત ધરાવતી કોઇ કોર્ટે એક વખત કોઇ વ્યકિતની કોઇ ગુના માટે ઇન્સાફી કાયૅવાહી કરેલ હોય અને તે ગુના માટે તેને દોષિત ઠરાવેલ હોય અથવા નિદોષ ઠરાવી છોડી મુકેલ હોય ત્યારે સદરહુ દોષિત ઠરાવ્યાનો કે નિર્દોષ છોડી મુકવાનો હુકમ અમલમાં રહે ત્યાં સુધી તે વ્યકિત એ જ ગુના માટે તેમજ ઉપર જે ગુનાનુ તહોમત મુકવામાં આવ્યુ હોય તેથી કોઇ જુદા જ ગુનાનુ તહોમત એજ હકીકતો ઉપરથી કલમ ૨૨૧થી પેટા કલમ (૧) મુજબ મુકી શકાયુ હોત અથવા જે ગુના માટે તેને તેની પેટા કલમ (૨) હેઠળ દોષિત ઠરાવી શકાયેલ હોત તે ગુના માટે ફરીથી ઇન્સાફી કાર્યવાહી થવાને પાત્ર થશે નહી.
(૨) કોઇ ગુના માટે નિર્દોષ ઠરાવાઇ છોડી મુકાયેલ કે દોષિત ઠરેલ વ્યકિત ઉપર તેની સામે થયેલી અગાઉની ઇન્સાફી કાર્યવાહીમાં કલમ ૨૨૦ની કલમ (૧) હેઠળ જે જુદા જ ગુના માટે અલગ તહોમત મુકી શકાયુ હોત તે ગુના માટે રાજય સરકારની સંમતિથી તેની સામે પાછલથી ઇન્સાફી કાયૅવાહી કરી શકશે
(૩) કોઇ વ્યકિત એવા કોઇ કૃત્યથી બનતા ગુના માટે દોષિત ઠરે કે જેના પરિણામે તે કૃત્યો સાથે ધ્યાનમાં લેતા જેને માટે દોષિત ઠરોલ હોય તે ગુના કરતા જુદો જ ગુનો બનાવતા હોય ત્યારે જો પરિણામો તે દોષિત ઠરતી વખતે આવેલા ન હોય અથવા તે આવ્યાની કોર્ટને જાણ ન હોય તો તેની તેવા ઉપયુકત જુદા ગુના માટે પાછળથી ઇન્સાફી કાયૅવાહી કરી શકાશે
(૪) કોઇ કૃત્યોથી બનતા કોઇ ગુના માટે નિદોષ ઠરી છોડી મુકાયેલ અથવા દોષિત ઠરેલ વ્યકિત ઉપર એવા છુટકારા કે ગુના સબંધી છતા તેને કરેલ તે જ કૃત્યથી બનતા બીજા કોઇ ગુનાની ઇન્સાફી કાયૅવાહી કરવાની સતા તેની સામે પ્રથમ ઇન્સાફી કાયૅવાહી કરનાર કોને ન હોય તો તે બીજા ગુનાનુ તહોમત મુકીને તેની સામે ઇન્સાફી કાયૅવાહી કરી શકાશે
(૫) કલમ ૨૫૮ હેઠળ છોડી મુકાયેલ વ્યકિતની તેને છોડી મુકનાર કોટૅની અથવા તે કોટૅ જે સતા નીચે હોય તે બીજી કોર્ટેની સંમતિ વિના તે જ ગુના માટે ફરી ઇન્સાફી કાયૅવાહી થઇ શકશે નહી (૬) સામાન્ય કલમો અધિનિયમ ૧૮૯૭ની કલમ ૨૬ની અથવા આ અધિનિયમની કલમ ૧૮૮ની જોગવાઇઓને આ કલમમાં કોઇ પણ મજકુરથી અસર થશે નહી
સ્પષ્ટીકરણઃ- કોઇ ફરિયાદ કાઢી નાખવા અથવા આરોપીને છોડી મુકવો તે આ કલમના હેતુઓ માટે નિદોષ ઠરાવી છોડી મુકવા બરાબર નથી.
Copyright©2023 - HelpLaw