પબ્લિક પ્રોસિકયુટરોએ હાજર રહેવા બાબત - કલમ:૩૦૧

પબ્લિક પ્રોસિકયુટરોએ હાજર રહેવા બાબત

(૧) કેસના ચાર્જમાં હોય તે પબ્લિક પ્રોસિકયુટર કે મદદનીશ પબ્લિક પ્રોસિકયુટર જે કોટૅમાં કેસની તપાસ ઇન્સાફી કાયૅવાહી કે અપીલ થઇ રહેલ હોય તેવી કોટૅ સમક્ષ લેખિત અધિકારપત્ર વિના હાજર થઇ શકશે અને રજુઆત કરી શકશે

(૨) એવા કોઇ કેસમાં કોઇ ખાનગી વ્યકિત કોઇ વ્યકિત સામે ફોજદારી કામ ચલાવવા માટે વકીલને સુચના આપે તો કેસ જેના ચાજૅમાં હોય તે પબ્લિક પ્રોસિકયુટર કે મદદનીશ પબ્લિક પ્રોસીકયુટર ફરિયાદ પક્ષ તરફથી કામ કરવુ જોઇશે અને એવી સુચના અપાયેલ વકીલે પબ્લિક પ્રોસિકયુટર કે મદદનીશ પબ્લિક પ્રોસિકયુટરની દોરવણી મુજબ તેમા કામ કરવુ જોઇશે અને કોટૅની પરવાનગીથી તે કેસમાં તમામ પુરાવો લેવાઇ ગયા પછી તે લેખિત દલીલો રજુ કરી શકશે