ફોજદારી કામ ચલવવાની પરવાનગી - કલમ:૩૦૨

ફોજદારી કામ ચલવવાની પરવાનગી

(૧) કોઇ કેસની તપાસ કે ઇન્સાફી કાયૅવાહી કરતા મેજિસ્ટ્રેટ ઇન્સ્પેકટરના દરજજાથી નીચલા દરજજાના પોલીસ અધિકારી સિવાયની દરેક વ્યકિતને ફોજદારી કામ ચલાવવા માટે પરવાનગી આપી શકશે પરંતુ એડવોકેટ જનરલ કે સરકારી એડવોકેટ અથવા પબ્લિક પ્રોસિકયુટર કે મદદનીશ પબ્લિક પ્રોસીકયુટર સિવાયની કોઇ વ્યકિત એવી પરવાનગી વિના એમ કરવા માટે હકદાર થશે નહિ

પરંતુ જેના ગુના અંગે આરોપી સામે ફોજદારી કામ ચાલી રહેલ હોય તેની પોલીસ તપાસમાં કોઇ પોલીસ અધિકારીએ ભાગ લીધો હોય તો તેને ફોજદારી કામ ચલાવવાની પરવાનગી આપી શકાશે નહી.

(૨) ફોજદારી કામ ચલાવનાર કોઇ પણ વ્યકિત જાતે કે વકીલ મારફત તે કામ ચલાવી શકશે