કેટલાક કેસોમાં આરોપીને રાજયના ખચૅ કાનુની સહાય
(૧) સેશન્સ કોટૅ સમક્ષની ઇન્સાફી કાયૅવાહીમાં આરોપીઓ પોતા વતી કોઇ વકીલને રોકેલ ન હોય અને કોટૅને એમ જણાય કે આરોપી પાસે વકીલ રોકવા માટે પુરતી સગવડ નથી તો કોટૅ રાજયના ખચૅ તેના બચાવ માટે વકીલ રોકવો જોઇશે
(૨) હાઇકોટૅ રાજય સરકારની પુવૅ અનુમતિથી નીચેની બાબતો અંગે જોગવાઇ કરતા નિયમો કરી શકશે
(ક) પેટા કલમ (૧) હેઠળ બચાવ માટેના વકીલોની પસંદગી કરવાની રીત (ખ) કોટૅ એવા વકીલોને આપવાની સગવડ
(ગ) એવા વકીલોને રાજય સરકારે આપવાની ફી અને સામાન્ય રીતે પેટા કલમ (૧) ના હેતુઓ પાર પાડવા માટેની બાબતો (૩) રાજય સરકાર જાહેરનામાથી એવો આદેશ આપી શકશે કે
જાહેરનામામાં નિર્દિષ્ટ કરવામાં આવે તે તારીખથી પેટા કલમ (૧) અને (૨) ની જોગવાઇઓ સેશન્સ કોટૅ સમક્ષની ઇન્સાફી કાયૅવાહીના સબંધમાં લાગુ પડે છે તેમ બીજી કોટૌ સમક્ષની કોઇ પણ વગૅની ઇન્સાફી કાયૅવાહીના સબંધમાં લાગુ પડશે
Copyright©2023 - HelpLaw