જયારે કોર્પોરેશન કે નોંધાયેલી મંડળી આરોપી હોય ત્યારે કાર્યરીતિ
(૧) આ કલમમાં કોર્પોરેશન એટલે સંસ્થાપિત કંપની કે બીજુ સંસ્થાપિત મંડળ અને તેમા મંડળી નોંધણી અધિનિયમ ૧૮૬૦ હેઠળ નોંધાયેલી મંડળીનો સમાવેશ થાય છે.
(૨) ઇન્સાફી કાયૅવાહી કે તપાસમાં કોર્પોરેશન આરોપી હોય ત્યારે આરોપીઓમાંનુ એક હોય ત્યારે તે તપાસ કે ઇન્સાફી કાર્યવાહીના હેતુ માટે કોંધ પ્રતિનિધિ નીમી શકશે અને એવી નિમણૂક કોર્પોરેશનના સિકકા હેઠળ હોવી જરૂી નથી.
(૩) કોર્પોરેશનનો પ્રતિનિધિ હાજર હોય ત્યારે કોઇ બાબત આરોપીની હાજરીમાં થવી જોઇએ અથવા આરોપીને વાંચી સંભળાવવી અથવા જણાવવી કે સમજાવવી જોદાએ તેવી આ અધિનિયમની જોગવાઇનો અર્થ તે પ્રતિનિધિની હાજરીમાં થવી જોઇએ અથવા પ્રતિનિધિને વાંચી સંભળાવવી અથવા જણાવવી કે સમજાવવી જોઇએ તેવો કરવાના આવશે અને આરોપીની જુબાની થવી જોઇએ તેવી કોઇ જોગવાઇનો અર્થે પ્રતિનિધિની જબાની થવી જોઇએ તેવો કરવામાં આવશે
(૪) કોર્પોરેશનનો પ્રતીનિધિ હાજર ન હોય ત્યારે પેટા કલમ (૩)માં જણાવેલ જોગવાઇ લાગુ પડશે નહી
(૫) કોર્પોરેશનના મેનેજિંગ ડિરેકટરે અથવા કોર્પોરેશનનુ કામકાજ કરનાર અથવા તેઓ પૈકીના (ગમે તે નામે ઓળખાતા) કૌઇ એક સહી કરેલ હોવાનુ અભિપ્રેત હોય તેવા લેખિત નિવેદનમાં જણાવેલ વ્યકિતને આ કલમના હેતુ માટે કોર્પોરેશનના પ્રતિનિધિ તરીકે નિમવામાં આવેલ છે તેવી મતલબનુ તેમા કથન હોય અને તે નિવેદન રજુ થાય ત્યારે કોટૅ વિરૂધ્ધનુ સાબિત ન થાય તો એવુ માની લેવું જોઇશે કે તે વ્યકિતને એવી રીતે નિમવામાં આવેલ છે.
(૬) કોર્ટ સમક્ષની કોઇ તપાસ કે ઇન્સાફી કાર્યવાહીમાં કોર્પોરેશનના પ્રતિનિધિ તરીકે હાજર રહેનાર કોઇ વ્યકિત પ્રતિનિધિ છે કે નહી તે સબંધી પ્રશ્ન ઊભો થાય તો કોટૅ તે પ્રશ્નનો નિર્ણય કરવો જોઇશે