ગુના સાથીને માફી આપવા બાબત
(૧) જે ગુનાને આ કલમ લાગુ પડતી હોય તે ગુનામાં સીધી કે આડકતરી રીતે સંકળાયેલ કે સામેલ હોવાનુ મનાતી વ્યકિતનો પુરાવો મેળવવા માટે ગુનાની પોલીસ તપાસના અથવા તપાસના કે ઇન્સાફી કાયૅવાહીના કોઇ પણ તબકકે ચીફ જયુડિશિયલ મેજિસ્ટ્રેટ કે મેટ્રોપોલીટન મેજિસ્ટ્રેટ કે તપાસ કે ઇન્સાફી કાયૅવાહીના કોઇ પણ તબકકે ગુનાની તપાસ કે ઇન્સાફી કાયૅવાહી કરનાર પહેલા વગૅના મેજિસ્ટ્રેટ તે ગુના સબંધી તેમજ તે ગુનો કરવામાં કે તેનુ દુખ્મેરણ કરવામાં સંકળાયેલ અન્ય વ્યકિત સબંધી પોતાની જાણમાં હોય તે તમામ હકીકત પુરેપુરી અને સાચી રીતે જણાવી દેવાની શરતે તેને માફી આપી શકશે (૨) આ કલમ નીચેના લાગુ પડે છે
(ક) સેશન્સ કોર્ટ દ્રારા અથવા ફોજદારી કાયદો સુધારા અધિનિયમ ૧૯૫૨ હેઠળ નિમાયેલા સ્પેશિયલ જજની કોટૅ દ્રારા જ ઇન્સાફી કાર્યવાહી થઇ શકે તેવી ગુનો
(ખ) સાત વષૅ સુધીની કેદની અથવા તેથી વધુ આકરી શિક્ષાને પાત્ર કોઇ ગુનો (૩) પેટા કલમ (૧) હેઠળ માફી આપનાર દરેક મેજિસ્ટ્રેટને નીચે પ્રમાણેની લેખિત નોંધ કરવી જોઇશે અને આરોપી અરજી કરે ત્યારે આવા નોંધની નકલ તેને વિના મુલ્યે આપવી જોઇશે
(ક) માફી આપવાના પોતાના કારણો
(ખ) જેને માફી આપવામાં આવી હોય તે વ્યકિતએ સ્વીકારેલ કે નહી તે
(૪) પેટા કલમ (૧) હેઠળની માફીના દરેક સ્વીકારનાર અંગે નીચે પ્રમાણે કરવાનુ રહેશે
(ક) તે ગુનાની ઇન્સાફી કાયૅવાહી શરૂ કરનાર મેજિસ્ટ્રેટની કોર્ટમાં અને ત્યાર પછી થાય તે ઇન્સાફી કાયૅવાહીમાં તેને સાક્ષી તરીકે તપાસવો જોઇશે (ખ) તે જામીન ઉપર ના હોય તો ઇન્સાફી કાર્યવાહી પુરી થતા સુધી તેને કસ્ટડીમાં અટકાયત રાખવો જોઇશે
(૫) કોઇ વ્યકિત પેટા કલમ (૧) હેઠળ આપેલી માફી સ્વીકારે અને પેટા કલમ (૪) હેઠળ તેને તપાસવામાં આવેલા હોય ત્યારે ગુનાની ઇન્સાફી કાર્યવાહી શરૂ કરનાર મેજિસ્ટ્રેટ તે કેસમાં વધુ તપાસ કર્યું। વિના નીચે પ્રમાણે કાયૅવાહી કરવી જોઇશે (ક) તે કેસને નીચે જણાવેલ સબંધિત કોર્ટમાં ઇન્સાફી કાર્યવાહી માટે મોકલી આપવો જોઇશે
(૧) જો ગુનો માત્ર સેશનસ કોટૅ દ્રારા જ ચલાવી શકાય તેવો હોય તો અથવા ઇન્સાફી કાયૅવાહી શરૂ કરનાર મેજિસ્ટ્રેટ ચીફ જયુડિશિયલ મેજિસ્ટ્રેટ હોય તો સેશન્સ કોર્ટને
(૨) ફોજદારી કાયદો સુધારા અધિનિયમ ૧૯૫૨ હેઠળ નિમાયેલ સ્પેશિયલ જજની કોટૅ દ્રારા જ તે ગુનાની ઇન્સાફી કાયૅવાહી કરી શકાય તેમ હોય તો તે કોને (ખ) બીજા કોઇ કિસ્સામાં ચીફ જયુડિશિયલ મેજિસ્ટ્રેટને સોંપવો જોઇશે અને તેમણે તે કેસની જાતે ઇન્સાફી કાયૅવાહી કરવી જોઇશે
Copyright©2023 - HelpLaw