માફી આપવાનો આદેશ આપવાની સતા - કલમ:૩૦૭

માફી આપવાનો આદેશ આપવાની સતા

કેસ પોતાને મોકલવામાં આવ્યા પછી પરંતુ ફેંસલો આપવામાં આવે તે પહેલા કોઇ સમયે જે કોટૅને આરોપી ઇન્સાફી કાયૅવાહી માટે મોકલવામાં આવ્યો હોય તે કોટૅ એવા ગુનામાં સીધી કે આડકતરી રીતે સંકળાયેલ અથવા તેમા સામેલ હોવાનુ માનવામાં આવતુ હોય તે વ્યકિતનો પુરાવો ઇન્સાફી કાયૅવાહી વખતે મેળવવા માટે તે વ્યકિતને એ જ શરતે માફી આપી શકશે