માફીની શરતો ન પાળનારની ઇન્સાફી કાયૅવાહી - કલમ:૩૦૮

માફીની શરતો ન પાળનારની ઇન્સાફી કાયૅવાહી

(૧) કલમ ૩૦૬ કે કલમ ૩૦૭ હેઠળ અપાયેલ માફી સ્વીકારનારના સબંધમાં પબ્લિક પ્રોસિકયુટર એમ પ્રમાણિત કરે કે તેના અભિપ્રાય મુજબ તેણે જાણી બુજીને કોઇ મહત્વનો વાત છુપાવીને અથવા ખોટો પુરાવો આપીને માફીની શરત પાળી નથી ત્યારે જે ગુના માટે તે દોષિત જણાય તે ગુના માટે અને ખોટા પુરાવો આપવાના ગુના માટે તેની સામે ઇન્સાફી કાયવાહી કરી શકશે

પરંતુ બીજા આરોપીઓ પૈકીના કોઇની સાથે તે વ્યકિતની ઇન્સાફી કાર્યવાહી કરી શકાશે નહી

વધુમાં ખોટો પુરાવો આપવાના ગુના માટે હાઇકોર્ટની મંજુરી વિના તે વ્યકિતની ઇન્સાફી કાયૅવાહી કરી શકાશે નહી અને કલમ ૧૯૫ કે કલમ ૩૪૦માંનો કઇ પણ મજકુર તે ગુનાને લાગુ પડશે ના

(૨) માફીનો સ્વીકાર કરનાર વ્યકિતએ કરેલ અને કલમ ૧૬૪ હેઠળ મેજિસ્ટ્રેટે નોંધેલ અથવા કલમ ૩૦૬ના પેટા કલમ (૪) હેઠળ કોટૅ નોંધેલ કોઇ કથન એવી ઈન્સાફી કાયૅવાહી વખતે તેની વિરૂધ્ધ પુરાવામાં આપી શકશે

(૩) એવી ઇન્સાફી કાયૅવાહી વખતે આરોપી એવો જવાબ આપવા હકદાર રહેશે કે જે શરતોએ માફી આપવામાં આવી હતી તે શરતો પોતે પાળી છે અને તેમ થાય તો ફરિયાદ પક્ષે એવુ પુરવાર કરવાનુ રહેશે કે શરતનુ પાલન થયેલ નથી. કે

(૪) એવી ઇન્સાફી કાર્યવાહી વખતે કોર્ટ નીચે જણાવેલ તબકકે આરોપીને પુછવુ જોદાંશે કે માફીની શરતો તેણે પાળેલ હોવાનુ તે કહે છે કે કેમ

(ક) ને સેશન્સ કોર્ટે હોય તો આરોપીને તહોમતનામુ વાંચી સાંભળાવી સમજાવતા પહેલા

(ખ) તે મેજિસ્ટ્રેટની કોર્ટે હોય તો ફરિયાદ પક્ષના સાક્ષીઓની જુબાની લેતા પહેલા

(૫) આરોપીને તે પ્રમાણે કર્ણ નો કોર્ટ તેના જવાબની લિખિત નોંધ કરી ને ઇન્સાફી કાર્યવાહી આગળ આરોપીએ માફીની શરતો પાળી છે કે નહી તેનો નિર્ણય કરવો જોઇશે અને તેણે શરતો પાળી છે એવો નિર્ણય થાય તો આ અધિનિયમમાં ગમે તે મજકુર હોય તે છતા કોટૅ તેને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો ફેંસલો આપવો જોઇશે