
કાયૅવાહી મુલતવી કે મોકુફ રાખવાની સતા
(૧) દરેક તપાસ અથવા તપાસની કાયૅવાહી જયાં સુધી રહેલા બધાજ સાક્ષીઓની તપાસ થઇ જાય નહિ ત્યાં સુધી રાજે રોજ ચલાવાશે કે ચાલુ રાખવામાં આવશે સિવાય કે અદાલતને તે બીજે દિવસે ચાલુ ન રાખી મુદત આપવી અમુક કારણો જે તેણે નોંધવા પડશે તે કારણોસર યોગ્ય લાગે
પરંતુ એમ ઠરાવ્યુ છે કે જયારે કેસની ટ્રાયલ ઇન્ડિયન પેનલ કોડ ની કલમ ૩૭૬ ૩૭૬-એ ૩૭૬-બી
૩૭૬-સી અથવા ૩૭૬-ડી ને લાગુ પડતી હોય અથવા તે વિશેની હોય તો તપાસ કે ટ્રાયલ બને ત્યાં સુધી તે વિશેનું ચાજૅશીટ ફાઇલ કર્યું હોય તેના પછીના બે માસમાં પુરી કરવામાં આવશે
(૨) ગુનાની વિચારણા કર્યું । પછી અથવા ઇન્સાફી કાર્યવાહી શરૂ કર્યું । પછી કોઇ તપાસ કે ઇન્સાફી કાયૅવાહી શરૂ કરવાનુ મુલત્વી રાખવાનુ અથવા તેને મોકુફ રાખવાનુ જરૂરી કે ઇષ્ટ જણાય તો કોર્ટે વખતો વખત લેખિત કારણોસર પોતાને યોગ્ય લાગે તેવી શરતે અને પોતે વ્યાજબી ગણે તેટલી મુદત સુધી તેને મુલતવી કે મોકુફ રાખી શકશે અને આરોપી કસ્ટડીમાં હોય તો વોરંટ કાઢીને તેને પાછો કસ્ટડીમાં રાખવા મોકલી શકશે
પરંતુ કોઇ મેજિસ્ટ્રેટ આ કલમ હેઠળ આરોપીને એકી સાથે પંદર દિવસથી વધુ મુદત માટે કસ્ટડીમાં પાછો મોકલી શકાશે નહી
વધુમાં સાક્ષીઓ હાજર થયા હોય ત્યારે લેખિત ખાસ કારણો સિવાય તેમને તપાસ્યા વિના કાયૅવાહી મોકુફ
કે મુલતવી રાખી શકાશે નહી પરંતુ વળી આરોપી તેને કરવા ધારેલી સજા સામે કારણ દશૅ વી શકે તે હેતુ માટે જ કાયૅવાહી મોકુફ રાખી શકશે નહી
પરંતુ એમ પણ જોગવાઇ કરવામાં આવે છે કે
(એ) પક્ષકારની વિનંતીથી કોઇ મુદત અપાશે નહિ સિવાય કે સંજોગો એ પક્ષકારના નિયંત્રણમં ન હોય
(બી) પક્ષકારોનો ધારાશાસ્ત્રી બીજી અદાલતમાં રોકાયેલો છે તે હકીકત મુદત મેળવવાનુ કારણ બની શકશે નહિ.
(સી) સાક્ષી જયાં અદાલતમાં હાજર હોય પરંતુ પક્ષકાર કે તેનો ધારાશાસ્ત્રી હાજર ન હોય અથવા પક્ષકાર કે તેનો ધારાશાસ્ત્રી અદાલતમાં હાજર હોય તે છતા સાક્ષીને તપાસવાને કે તેની ઊલટ તપાસ લેવાને માટે તે તૈયાર ન હોય જેમ કિસ્સો હશે તેમ ત્યાં અદાલત જો તેને યોગ્ય લાગે તો સાક્ષીનુ નિવેદન નોંધી લેશે તેને યોગ્ય લાગે તેવા આદેશો કરશે અને સાક્ષીની સરતપાસ અને ઊલટ તપાસ વિના તે ચાલવી લેશે
સ્પષ્ટીકરણ:-૧ આરોપીએ ગુનો કર્યો હોવાનો શક ઉત્પન્ન થાય અને અપુરતો પુરાવો મળ્યો હોય અને તે પાછો કસ્ટડીમાં મોકલવાથી વધારે પુરાવો મળવાનો સંભવ છે એમ જણાય તો તેને પાછો કસ્ટડીમાં મોકલવા માટેનુ તે વાજબી કારણ છે
સ્પષ્ટીકરણ:-૨ યોગ્ય કેસમાં જે શરતોએ ઇન્સાફી કાયૅવહી મુલતવી કે મોકુફ રાખવાનુ મંજુર કરી શકાય તે શરતોમાં ફરિયાદ પક્ષે કે આરોપીએ ખચૅ આપવાનો સમાવેશ થાય છે.
Copyright©2023 - HelpLaw