સ્થાનિક તપાસણી - કલમ:૩૧૦

સ્થાનિક તપાસણી

(૧) કોઇ તપાસ ઇન્સાફી કાયૅવાહી કે બીજી કાયૅવાહીના કોઇ પણ તબકકે કોઇ ન્યાયાધીશ કે મેજિસ્ટ્રેટ પક્ષકારોને યોગ્ય નોટીશ આપ્યા પછી જયાં કોઇ ગુનો થયાનુ કહેવાતુ હોય કે જગ્યાએ અથવા એવી તપાસ કે ઇન્સાફી કાયૅવાહીમાં આપેલ પુરાવાને બરાબર સમજવા માટે પોતાના અભિપ્રાય મુજબ જે બીજી જગ્યા જોવાનુ પોતાને જરૂરી જણાય ત્યાં જઇને તેની તપાસણી કરી શકશે અને એવી તપાસણી દરમ્યાન જણાઇ આપેલ પ્રસ્તુત હકીકતોની લેખિત નોંધ તેણે બિનજરૂરી વિલંબ વિના કરી લેવી જોઇશે.

(૨) એવી લેખિત નોંધ કેસના રેકડૅનો એક ભાગ બનશે અને પ્રોસિકયુટર ફરિયાદી કે આરોપી અથવા કેસોનો બીજો કોઇ પક્ષકાર માગે તો તે લેખિત નોંધની કલમ તેને વિના મુલ્યે આપવી જોઇશે