આરોપીની જુબાની લેવાની સતા - કલમ:૩૧૩

આરોપીની જુબાની લેવાની સતા

(૧) પુરાવમાં આરોપી વિરૂધ્ધ જણાની કોઇ બાબત અંગે તે ખુલાસો કરી શકે તે માટે દરેક તપાસ કે ઇન્સાફી કાયૅવાહીમાં (ક) કોઇ પણ તબકકે આરોપીને અગાઉથી ચેતવણી આપ્યા વિના કોટૅ પોતાને જરૂરી

લાગે તેવા પ્રશ્નો પુછી શકશે (ખ) ફરિયાદ પક્ષના સાક્ષીઓ તપાસાઇ ગયા પછી અને તેને પોતાના બચાવનો પુરાવો

આપવાનુ કહેતા પહેલા સમગ્ર કેસના મુદાના પ્રશ્નો અંગે તેને પુછવુ જોઇશે

પરંતુ સમન્સ કેસમાં આરોપીને જાતે હાજર રહેવાનું જરૂરી ન માને ત્યારે ખંડ (ખ) હેઠળ તેની જુબાની લેવાનુ પણ જરૂરી નથી. (૨) પેટા કલમ (૧) મુજબ આરોપીની જુબાની લેતી વખતે સોગંદ લેવડાવી શકાશે નહી (૩) એવા પ્રશ્નોનો જવાબ આપવાની ના પાડવાની અથવા તેના ખોટા જવાબ આપવાથી આરોપી શિક્ષાને પાત્ર થશે નહી.

(૪) એવી તપાસ કે ઇન્સાફી કાયૅવાહીમાં આરોપીએ આપેલા જવાબો વિચારણામાં લઇ શકાશે અને સદરહુ જવાબો ઉપરથી તેણે બીજો કોઇ ગુનો કર્યો હોવાનુ જણાઇ આવે તો તે ગુના માટેની બીજી રીતે તપાસ કે ઇન્સાફી કાર્યવાહીમાં આરોપીની તરફેણમાં કે વિરૂધ્ધમાં પુરાવામાં લઇ શકાશે

(૫) આરોપીને પુછવાના છે તેવા સબંધિત પ્રશ્નો તૈયાર કરવા માટે અદાલત પ્રોસીકયુટરની અને બચાવ પક્ષના ધારાશાસ્ત્રીની મદદ લેશે અને આ કલમના આરોપીનુ લેખિત નિવેદન તેને અદાલતમાં રજુ કરવાની રજા આપે તેને આ કલમનો પુરતો અમલ થયો એમ અદાલત ગણશે