
આરોપી સાક્ષી થઇ શકે
(૧) કોઇ ફોજદારી કાર્ટ સમક્ષ જેના ઉપર ગુનાનો આરોપ મુકવામાં આવ્યો હોય તે વ્યકિત બચાવનો સાક્ષી થઇ શકશે અને તે જ !-સાફી કાર્યવાહીમાં તેની સામે કે તેના સહ તહોમતદાર સામે મુકાયેલા તહોમતો નાસાબિત કરવા તે સોગંદ ઉપર જુબાની આપી શકશ પરંતુ
(ક) તેની લેખિત વિનંતી વિના તેને સાથી તરીકે બોલાવી શકાશે નહીં અથવા (ખ) ને પુરાવો ન આપે તે બાબતમાં કોઇ પક્ષકાર કે કોર્ટે તેની ટીકા કરી શક્યો નહિ અથવા તેથી તેની વિરૂધ્ધ કે તે જ દા-સાફી કાર્યવાહીમાંના તેના સહ તહોમતદારની વિરૂધ્ધ કોઇ અનુમાન થઇ શકશે નહીં.
(૨) જેની સામે કલમ ૯૮ કે કલમ ૧૦૭ કે કલમ ૧૦૮ કે કલમ ૧૦૯ કે કલમ ૧૧૦ હેઠળ અથવા પ્રકરણ ૯ હેઠળ કે પ્રકરણ ૧૦ના ભાગ-ખ કે ભાગ-ગ કે ભાગ-ઘ હેઠળ ફોજદારી કોટૅમાં કાયૅવાહી શરૂ કરવામાં આવી હોય તે કોઇ પણ વ્યકિત એવી કાયૅવાહીમાં પોતે સાક્ષી તરીકે રજુ થઇ શકશે
પરંતુ કલમ ૧૦૮ કલમ ૧૦૯ કે કલમ ૧૧૦ હેઠળની કાયૅવાહીમાં તે વ્યકિત પુરાવો ન આપે તો તે બાબતમાં કોઇ પક્ષકાર તેની ટીકા કરી શકશે નહી અથવા તેથી તેની વિરૂધ્ધ તે જ તપાસમાં તેની સાથે જે કોઇ અન્ય વ્યકિત સામે કાયૅવાહી થઇ રહેલ હોય તેની વિરૂધ્ધ કોઇ અનુમાન થઇ શકશે નહી.
Copyright©2023 - HelpLaw