કેટલીક વખતે આરોપીની ગેરહાજરીમાં તપાસ અને ઇન્સાફી કાયૅવાહી કરવા માટેની જોગવાઇ - કલમ:૩૧૭

કેટલીક વખતે આરોપીની ગેરહાજરીમાં તપાસ અને ઇન્સાફી કાયૅવાહી કરવા માટેની જોગવાઇ

(૧) આ અધિનિયમ હેઠળની કોઇ તપાસ કે ઇન્સાફી કાયૅવાહીના કોઇ તબકકે જજ કે મેજિસ્ટ્રેટને એવી ખાતરી થાય કે કોટૅ સમક્ષ આરોપીને જાતે હાજર રહેવાનુ ન્યાયના હિત માટે જરૂરી નથી અથવા આરોપી વારંવાર કોટૅની કાયૅવાહીમાં ખલેલ પહોચાડે છે તે તે અંગે લેખિત કારણો દશૅાવીને જજ કે મેજિસ્ટ્રેટ આરોપીએ વકીલ રોકેલો હોય તો આરોપીની હાજરી જરૂરી નહિ હોવાનુ માની શકશે અને તેની ગેરહાજરીમાં એવી તપાસ કે ઇન્સાફી કાયૅવાહી કરી શકશે અને કાયૅવાહીના ત્યાર પછીના કોઇ તબકકે આરોપીને જાતે હાજર રહેવાનો આદેશ આપી શકશે (૨) એવા કોઇ કેસમાં આરોપીને વકીલ રોકેલ ન હોય અથવા જજ મેજિસ્ટ્રેટને તે જાતે હાજર રહે તે જરૂરી લાગે તો તે જજ કે મેજિસ્ટ્રેટ પોતાને યોગ્ય લાગે તો તે અંગે લેખિત કારણો દશૅવીને તપાસ કે ઇન્સાફી કાયૅવાહી મુલતવી રાખી શકશે અથવા આવા આરોપીની તપાસ કે ઇન્સાફી કાયૅવાહી જુદી કરવાનો હુકમ કરી શકશે