ગુનાની માંડવાળ - કલમ:૩૨૦

ગુનાની માંડવાળ 

(૧) નીચાના કોષ્ટકના પહેલા બે કોલમોમાં નિર્દિષ્ટ કરેલ ભારતના ફોજદારી અધિનિયમની કલમો હેઠળ શિક્ષાને પાત્ર ગુનાઓની તે કોષ્ટકના ત્રીજા કોલમમાં જણાવેલ વ્યકિતઓ માંડવાળ કરી શકશે

(૧) કોઇ વ્યકિતની ધાર્મિક માન્યતા ઓને દુભાવે એવા શબ્દો જાણી જોઇને ઇરાદા પુવૅક બોલવા- ૨૯૮- જેની ધાર્મિક લાગણી દુભાવવાનો ઇરાદો છે તે વ્યકિત (૨) સ્વેચ્છાએ ઇજા કરવી - ૩૨૩ - જેને ઇજા કરાઇ છે તે વ્યકિત (૩) ઉશ્કેરાટ કરાવવાથી સ્વેચ્છાએ કોઇને ઇજા કરવી - ૩૩૪ - એજન (૪) ગંભીર અને અચાનક ઉશ્કેરાટ કરવાથી સ્વેચ્છાએ ગંભીર ઇજા કરવી - ૩૩૫ – એજન (૫) કોઇ વ્યકિતને ખોટી રીતે રોકી રાખવો અથવા તેની અટકાયત કરવી - ૩૪૧/૩૪૨ - જેને રોકી રાખ્યો છે કે અટકાયતમાં રાખ્યો છે તે વ્યકિત (૬) કોઇ વ્યકિતને ૧૦ દિવસ અથવા વધારે સમય સુધી ખોટી રીતે અટકાયતમાં રાખવો - ૩૪૪ - એજન (૭) કોઇ વ્યકિતને ખોટી રીતે ગપ્ત પણે અટકાયત રાખવો - ૩૪૬ - એજન (૮) હુમલો અથવા ગુનાહિત બળનો પ્રયોગ - ૩૫૨/૩૫૫/૩૫૮ - જેના પર હુમલો કરાયો છે તે વ્યકિત અથવા ગુનાહિત બળ વપરાયુ છે તે વ્યકિત (૯) ચોરી - ૩૭૯ - જેની મિલકતની ચોરાઇ છે તે માલિક (૧૦) મિલકતને અપ્રમાણિકપણે પોતાની બનાવી લેવી૪૦૩- જે માલિકની મિલકતની ઉચાપાત થઇ છે તે વ્યકિત (૧૧) માલનુ વહન કરી લઇ જનાર અથવા ડકકાવાળાથી ગુનાહિત વિશ્ર્વાસભંગ- ૪૦૭- એંજન (૧૨) ચોરાયેલી છે એમ જાણવા છતા એવી મિલકતને અપ્રમાણિકપણે મેળવવી- ૪૧૧- જેની મિલકત ચોરાઇ છે તે માલિક (૧૩) ચોરાયેલી છે તેમ જાણવા છતા તેવી મિલકતને છુપાવવામાં અથવા તેનો નિકાલ કરવામાં મદદ કરવી- ૪૧૪- એજન (૧૪) ઠગાઇ (છેતરપીડીં)- ૪૧૭- ઠગાયેલી વ્યકિત (૧૫) પરરૂપધારણ કરી ઠાગાઇ કરવી- ૪૧૯- એંજન

(૧૬) લેણદારો વચ્ચે વહેંચણી થતી અટકાવવા સારૂ મિલકતને કપટભરી રીતે ખસેડવી અથવા છુપાવવી- ૪૨૧-અથી અસર પામેલા લેણદારો

(૧૭) અપરાધીનુ લેણુ અથવા માગણુ અપરાધીના લેદારોને પ્રાપ્ત ન થાય તે માટે તેને કપટભરી રીતે અટકાવવુ- ૪૨૨- એંજન

(૧૮) મિલકતની ફેરબદલીનો કપટભરી રીતે દસ્તાવેજ બનાવી તેમા અવેજ મળ્યો છે એ વિષેનુ ખોટુ નિવેદન- ૪૨૩- અથી અસર પામેલી વ્યકિત

(૧૯) મિલકતને કપટીરીતે ખસેડવી કે છુપાવવી- ૪૨૪- એંજન

(૨૦) બિગાડ કે નુકશાન જે ખાનગી વ્યકિતને થાય છે- ૪૨૬/૪૨૭- જેને બિગાડ કે નુકશાન થાય છે તે વ્યકિત

(૨૧) કોઇ પ્રાણીને મારી નાખીને કે તેને લંગડુ બનાવી દેવાને પરિણામે બિગાડ કે નુશકાન- ૪૨૮- જે તે પ્રાણીનો માલિક

(૨૨) ઢોરને મારી નાખીને કે તેને લંગડુ બનાવીને કરવામાં આવેલો બિગાડ-૪૨૯- જે તે ઢોર કે પ્રાણીનો માલિક

(૨૩) સિંચાઇના કામોને પાણીનો પ્રવાહ બીજે વાળી દઇને કરેલુ નુકશાન જેનાથી ખાનગી વ્યકિતને નુકશાન થાય છે- ૪૩૦- જેને નુકશાન થયું છે તે વ્યકિત

(૨૪) ગુનાહિત અપપ્રવેશ- ૪૪૭- જેની મિલકત પર આવો અપપ્રવેશ થયો છે તે વ્યકિત

(૨૫) ગૃહ અપપ્રવેશ- ૪૪૮- એંજન

(૨૬) (ચોરી સિવાયનો) ગુનો કરવા માટે ગૃહ અપપ્રવેશ જેની શિક્ષા કેદ હોય- ૪૫૧- જેમા અપપ્રવેશ કરાયો છે તે ઘરની કબજેદાર વ્યકિત

(૨૭) ખોટો ટ્રેડમાર્કે અથવા પ્રોપર્ટી માકૅ વાપરવો- ૪૮૨- આવા ઉપયોગથી જેને નુકશાન કે હાનિ પહોંચી હોય તે વ્યકિત

(૨૮) બીજી વ્યકિત જેનો ઉપયોગ કરતી હોય તેવા નકલી ટ્રેડ અથવા પ્રોપર્ટીમાકૅને બનાવવો- ૪૮૩- એંજન

(૨૯) જે માલ પર બનાવટી મિલકતનો માકૅ છે તેને એમ જાણવા છતા વેચવો વેચવા માટે પ્રદર્શિત કરવો અથવા વેચાણ સારૂ તેનો કબજો ધરાવવો અથવા ઉત્પાદન કરવાના હેતુ માટે તે રાખવો૪૮૬- એંજન

(૩૦) નોકરીના કરારનો ગુનાહિત ભંગ- ૪૯૧- જેની સાથે ગુનો કરનારે કરાર કર્યો છે તેવી વ્યકિત

(૩૧) વ્યભિચાર- ૪૯૭- જે તે મહિલાનો પતિ

(૩૨) કોઇપણ પરિણીત મહિલાને ફોસલાવી લઇ જવી અથવા તેને ઉપાડી જવી અથવા ગુનાહિત ઇરાદાથી તેને રોકી રાખવી- ૪૯૮- તે મહિલાનો પતિ અથવા તે મહિલા (૩૩) બદનક્ષી ઇ.પી.કો ૧૮૬૦ની કલમ-૫૦૦ માં કોઠા-૧ ની પેટા કલમ-(૨) માં દશૉવેલ કિસ સિવાયની- ૫૦૦- જેની બદનક્ષી થઇ છે તે વ્યકિત (૩૪) બદનક્ષીકારક છે તેમ જાણવા છતા તેવી બાબત છાપવી અથવા તેની કોતરણી કરવી- ૫૦૧- એંજન (૩૫) જેમા બદનક્ષીજનક બાબત સમાયેલી છે તેવી છાપેલી અથવા જેના પર તે કોતરી છે તેવા પદાથૅનુ જાણવા છતા વેંચાણ કરવુ- ૫૦૨- એંજન (૩૬) શાંતિનો ભંગ કરવાના ઇરાદાથી કરવામાં આવેલી ઉશ્કેરણીવાળુ અપમાન- ૫૦૪- અપમાનિત વ્યકિત (૩૭) ગુનાહિત ધાક ધમકી- ૫૦૬- ધમકી મળી હોય તે વ્યકિત (૩૮) એના પર દૈવીકોપ ઉતૌ છે એવુ માનવાને પ્રેરણા આપી લલચાવવો- ૫૦૮- આમ લલચાવાયેલ વ્યકિત (૨) નીચેના કોષ્ટકમાં પહેલા બે કોલમોમાં નિર્દિષ્ટ કરેલ ભારતના ફોજદારી અધિનિયમની કલમો હેઠળ શિક્ષાને પાત્ર ગુનાઓની માંડવાળ જેની સમક્ષ એવા ગુનાઓ માટે ફોજદારી કાયૅવાહી ચાલતી હોય તે કોટૅની પરવાનગીથી તે કોષ્ટકના ત્રીજા કોલમમાં જણાવેલ વ્યકિતઓ કરી શકશે

(૧) ગભૅપાત કરાવવો- ૩૧૨- જેનો ગર્ભપાત કરાવ્યો છે તે મહિલા

(૨) સ્વેચ્છાએ ગંભીર ઇજા કરવી- ૩૨૫- જેને ઇજા કરાઇ છે તે વ્યકિત

(૩) કોઇ કાયૅ એવી અવિચારી રીતે અને બેપરવાઇથી કરાય કે જેથી એવી ઇજા થાય જેથી મનુષ્ય જીવન ભયમાં મુકાય અથવા અંગત સલામતી જોખમાય- ૩૩૭- એંજન (૪) કોઇકાડૅ એવી અવીચારી રીતે અને બેપરવાઇથી કરાય કે જેથી એવી ઇજા થાય જેથી મનુષ્ય જીવન ભયમાં મુકાય અથવા અંગત સલામતી જોખમાય- ૩૩૮- એંજન (૫) કોઇ વ્યકિતને ખોટી રીતે કેદ કરવાની કોશિશમાં તેના પર હુમલો કરવો અથવા ગુનાહિત બળ વાપરવુ- ૩૫૭- હુમલો કરાયેલી વ્યકિત અથવા જેની પર બળ વપરાયુ હોય તે વ્યકિત (૬) માલિકના કબજામાં રહેલી મિલકતની તેમા કારકુનથી અથવા નોકરથી ચોરી કરવી- ૩૮૧- ચોરાયેલી મિલકતનો માલિક (૭) ગુનાહિત વિશ્ર્વાસભંગ- ૪૦૬- જે મીલ્કત બાબતમાં ગુનાહિત વિશ્વાસભંગ થયો છે તેના માલિક

(૮) કારકુન અથવા નોકરીથી કરાયેલો વિશ્વાસભંગ- ૪૦૮- જે મિલ્કત બાબતમાં ગનાહિત વિશ્ર્વાસભંગ થયો છે તેના માલિક

(૯) એવી વ્યકિતને ઠગવી કે જેનુ હિત ગુનો કરનાર કાયદાથી કાનુની કરારથી રક્ષવાને માટે બંધાયેલો હતો- ૪૧૮- ઠગાયેલ વ્યકિત

(૧૦) છેતરપીંડી અને અપ્રમાણિકપણે મિલકત સોંપી દેવાને માટે લલચાવવાનુ અથવા કોઇ કિંમતી જામીનગીરીમાં ફેરફાર કરવાનુ અથવા તેનો નાશ કરવાનુ- ૪૨૦- ઠગાયેલી વ્યકિત

(૧૧) પતિ અથવા પત્નીના જીવનકાળ દરમ્યાન ફરીવાર લગ્ન કરવુ- ૪૯૪- એમ લગ્ન કરનારનો પતિ અથવા પત્ની

(૧૨) પ્રેસિડન્ટ અથવા વાઇસ પ્રેસિડન્ટ અથવા રાજયના ગવનૅરની અથવ યુનિયન પ્રદેશના વહીવટદારની અથવા કોઇ પ્રધાનની એના જાહેર કાર્યો બાબતમાં કરેલી બદનક્ષી અંગે જયારે પબ્લિક પ્રોસિકયુટર ફરિયાદ દાખલ કરે- ૫૦૦- જેની બદનક્ષી થઇ છે તે વ્યકિત

(૧૩) કોઇ મહિલાનુ શીયળ લુંટવાના ઇરાદાથી તેની સામે અમુક શબ્દોચ્ચાર કરવો અથવા અવાજો કરવા અથવા કોઇ વસ્તુ પ્રદર્શિત કરવી અથવા તેના એકાંતનો ભંગ કરવો કે તેમા ખલેલ કરવી૫૦૯- જેનુ અપમાન કરવાનો ઇરાદો હોય તે મહિલા અથવા જેના એકાંતનો ભંગ થયો હોય તે મહિલાજ

(૩) જયારે આ કલમ હેઠળ કોઇ ગુનો સમાધાન થાય તેવો હોય ત્યારે આવા ગુનાને ઉતેજન આપવુ અથવા આવો ગુનો કરવાનો પ્રત્યત્ન કરવો (જયારે એવો પ્રયત્ન પોતેજ એક ગુનો હોય) અથવા જયારે આરોપી ભારતીય ફોજદારી અધિનિયમ ૧૮૬૦ ની કલમ-૩૪ અથવા ૧૪૯ હેઠળ જવાબદાર હોય ત્યારે તેનુ એજ પ્રમાણે સમાધાન થઇ શકશે

(૪) (ક) આ કલમ હેઠળ અન્યથા કોઇ ગુનાની માંડવાળ કરી શકનાર અઢાર વષૅથી ઓછી વયનો હોય અથવા મંદબુધ્ધિ હોય અથવા પાગલ હોય તો તેના વતી કરાર કરી શકનાર કોટૅની પરવાનગીથી

તે ગુનાની માંડવાળ કરી શકશે

(ખ) આ કલમ હેઠળ અન્યથા કોઇ ગુનાની માંડવાળ કરી શકનાર મૃત્યુ પામેલ હોય ત્યારે દીવાની કાયૅરીતિ અધિનિયમ ૧૯૦૮ ની વ્યાખ્યા પ્રમાણેનો તેનો કાયદેસરનો પ્રતિનિધિ કોટૅની સંમતિથી તે ગુનાની માંડવાળા કરી શકશે

(૫) આરોપીને ઇન્સાફી કાયૅવાહી માટે મોકલવામાં આવેલ હોય અથવા તે દોષિત ઠૉ । હોય અને અપીલનો નિકાલ થયેલ ન હોય ત્યારે જે કોટૅમાં તેને મોકલવામાં આવેલ હોય અથવા જે કોટૅની સમક્ષ અપીલની સુનાવણી થવાની હોય તે કોટૅની પરવાનગી વિના ગુનાની માંડવાળ કરવા દેવામાં આવશે નહિ.

(૬) કલમ ૪૦૧ હેઠળની પોતાની ફેરતપાસની સતાનો અમલ કરતી હોય ત્યારે કોઇ હાઇકોર્ટે કે સેશન્સ કોર્ટે કોઇ વ્યકિતને તે આ કલમ હેઠળ જે ગુનાની માંડવાળ કરી શકે તે ગુનાની માંડવાળ કરવા દઇ શકશે

(૭) આરોપી અગાઉ દોષિત ઠયૅને કારણે કોઇ ગુનાબદલ વધુ શિક્ષાને અથવા જુદા પ્રકારની શિક્ષાને પાત્ર થાય તો તે ગુનાની માંડવાળ થઇ શકશે નહી.

(૮) આ કલમ હેઠળ થયેલી ગુનાની માંડવાળની અસર જેની સાથે ગુનાની માંડવાળ કરી હોય તે આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મુકયા બરાબર થશે

(૯) આ કલમમાં જણાવ્યા મુજબ હોય તે સિવાય કોઇ ગુનાની માંડવાળ થઇ શકશે નહી.