મેજિસ્ટ્રેટ જેનો નિકાલ ન કરી શકે તે કેસોમાં અનુસરવાની કાયૅરીતિ - કલમ:૩૨૨

મેજિસ્ટ્રેટ જેનો નિકાલ ન કરી શકે તે કેસોમાં અનુસરવાની કાયૅરીતિ

(૧) જો કોઇ પણ જિલ્લામાં મેજિસ્ટ્રેટ સમક્ષની ગુનાની કોઇ તપાસ કે ઇન્સાફી કાયૅવાહી દરમ્યાન પુરાવા ઉપરથી પોતાને નીચે પ્રમાણે માની લેવા જેવુ જણાય તો તેણે કાયૅવાહી સ્થગિત કરીને પોતે જેની સતા નીચે હોય તે ચીફ જયુડિશિયલ મેજિસ્ટ્રેટ ને અથવા ચીફ જયુડિશિયલ મેજિસ્ટ્રેટ આદેશ કરે તેવા હકુમત ધરાવતા બીજા મેજિસ્ટ્રેટને કેસના સ્વરૂપની સમજુતી આપતા ટુકા રિપોટૅ સાથે તે કેસ સાદર કરવો જોઇશે

(ક) મેસની ઇન્સાફી કાયૅવાહી કરવાની અથવા ઇન્સાફી કાયૅવાહી થવા માટે મોકલવાની પોતાને હકુમત નથી અથવા

(ખ) તે કેસ એવો છે કે જિલ્લાના બીજા કોઇ મેજિસ્ટ્રેટે તેની ઇન્સાફી કાયૅવાહી કરવી જોઇએ અથવા ઇન્સાફી કાયૅવાહી માટે તેને મોકલવો જોઇએ અથવા

(ગ) તે કેસની ઇન્સાફી કાયૅવાહી ચીફ જયુડિશિયલ મેજિસ્ટ્રેટે કરવી જોઇએ

(૨) જેને કેસ સાદર કરવામાં આવ્યો હોય તે મેજિસ્ટ્રેટ તેમ કરવાની સતા ધરાવતા હોય તો તે કેસની ઇન્સાફી કાયૅવાહી જાતે કરી શકશે અથવા ઇન્સાફી કાયૅવાહી માટે તે કેસ પોતાની નીચેના સતા હુકમત ધરાવતા કોઇ મેજિસ્ટ્રેટ નિણૅયાથૅ મોકલી શકશે અથવા આરોપીને ઇન્સાફી કાયૅવાહી માટે કમિટ કરી શકશે