ચલણી સિકક સ્ટેમ્પ અંગેના કાયદા અથવા મિલકત વિરૂધ્ધના ગુના માટે અગાઉ દોષિત વ્યકિતઓ સામેની ઇન્સાફી કાયૅવાહી - કલમ:૩૨૪

ચલણી સિકક સ્ટેમ્પ અંગેના કાયદા અથવા મિલકત વિરૂધ્ધના ગુના માટે અગાઉ દોષિત વ્યકિતઓ સામેની ઇન્સાફી કાયૅવાહી

(૧) જયારે કોઇ વ્યકિતને ભારતીય ફોજદારી સંહિતાના પ્રકરણ-૧૨ અથવા પ્રકરણ-૧૭ હેઠળના ત્રણ વષૅની મુદતની કેદ અથવા વધુ શિક્ષાને પાત્ર ગુના માટે ગુનેગાર ઠરાવવામાં આવેલ હોય અને ફરીથી તે પ્રકરણો પૈકીના કોઇપણ હેઠળ ત્રણ વષૅ અથવા વધુ મુદતની કેદની શિક્ષાને પાત્ર ગુનાનો આરોપ મુકવામાં આવ્યો હોય ત્યારે જેની સમક્ષ કેસ અનિણિત હોય તે મેજિસ્ટ્રેટને સંતોષ થયો હોય કે ત્યાં માનવાને કારણ છે કે એવી વ્યકિતએ ગુનો કર્યો છે તો તેને ઇન્સાફી કાયૅવાહી માટે મુખ્ય ન્યાયિક મેજિસ્ટ્રેટને મોકલી આપવામાં આવશે અથવા સેશન્સ કોટૅને કમીટ કરવામાં આવશે સિવાય કે મેજિસ્ટ્રેટ કેસની ઇન્સાફી કાયૅવાહી કરવાને સક્ષમ હોય અને અભિપ્રાયનો હોય કે જો તે આરોપીને ગુનેગાર ઠરાવવામાં આવશે તો તે પોતે પુરતી સજા પસાર કરી શકશે

(૨) જયારે કોઇ વ્યકિતને પેટા કલમ (૧) હેઠળ ઇન્સાફી કાયૅવાહી માટે મુખ્ય ન્યાયિક મેજિસ્ટ્રેટની પાસે મોકલવામાં આવી હોય અથવા સેશન્સ કોટૅને કમીટ કરવામાં આવી હોય ત્યારે તે જ તપાસ અથવા ઇન્સાફી કાયૅવાહીમાં તેની સાથે સંયુકતપણે આરોપ મુકવામાં આવેલ વ્યકિતને યથા પ્રસંગ કલમ ૨૩૯ અથવા કલમ ૨૪૫ હેઠળ મેજિસ્ટ્રેટ તેવી બીજી વ્યકિતને મુકત કરે તે સિવાય એવી જ રીતે મોકલવામાં અથવા કમીટ કરવામાં આવશે