મેજિસ્ટ્રેટ જોઇએ તેટલી સખત સજા ન કરી શકે ત્યારે કાયૅરીતિ - કલમ:૩૨૫

મેજિસ્ટ્રેટ જોઇએ તેટલી સખત સજા ન કરી શકે ત્યારે કાયૅરીતિ

(૧) ફરિયાદ પક્ષનો અને આરોપીનો પુરાવો સાંભળ્યા પછી મેજિસ્ટ્રેટનો અભિપ્રાય એવો થાય કે આરોપી દોષિત છે અને પોતાને જે શિક્ષા કરવાની સતા છે તે કરતા જુદા પ્રકારની અથવા વધુ સખત શિક્ષા આરોપીને થવી જોઇએ અથવા પોતે બીજા વગૅના મેજિસ્ટ્રેટ હોય અને અભિપ્રાય એવો થાય કે કલમ ૧૦૬ મુજબ મુચરકો આપવાનુ તેને ફરમાવવુ જોઇએ તો અભિપ્રાયની લેખિત નોંધ કરીને પોતે જેની સતા નીચે હોય તે ચીફ જયુડિશીયલ મેજિસ્ટ્રેટને પોતે કરેલી કાયૅવાહી તે સાદર કરી શકશે અને તેની સમક્ષ આરોપીને મોકલી શકશે

(૨) એક કરતા વધુ આરોપીઓની એક સાથે ઇન્સાફી કાયૅવાહી થતી હોય અને તેમનામાંના કોઇના સબંધમાં પેટા કલમ (૧) મુજબ કાયૅવાહી કરવી મેજિસ્ટ્રેટને જરૂરી લાગે તો પોતાના અભિપ્રાય મુજબ દોષિત હોય તેવા તમામ આરોપીઓને ચીફ જયુડિશિયલ મેજિસ્ટ્રેટ સમક્ષ તેણે મોકલી આપવા જોઇશે

(૩) જેને કાયૅવાહી સાદર કરવામાં આવી હોય તે ચીફ જયુડિશિયલ મેજિસ્ટ્રેટ પોતાને યોગ્ય લાગે તો પક્ષકારોને તપાસી શકશે અને કેસમાં જુબાની આપી ચુકયો હોય તેવા કોઇ પણ સાક્ષીને પાછો બોલાવીને તેને તપાસી શકશે અને વધુ પુરાવો મંગાવીને તે લઇ શકશે અને તે કેસમાં તેણે પોતાને યોગ્ય લાગે તેવો અને કાયદા મુજબનો ફેંસલો સજા કે હુકમ આપવો કે જોઇશે