
અંશતઃ એક મેજિસ્ટ્રેટ અને અંશતઃ બીજા મેજીસ્ટ્રેટ લીધેલા પુરાવા ઉપરથી દોષિત ઠરાવવા કે કમિટ કરવા બાબત
(૧) કોઇ તપાસ કે ઇન્સાફી કાર્યવાહીમાંનો પુરાવો પુરેપુરો કે અંશતઃ સાંભળી તેની લેખિત નોંધ કયૅ । પછી કોઇ જજ અથવા મેજીસ્ટ્રેટ તે અંગે હકુમત ધરાવતા બંધ થાય અને તેની જગ્યાએ એવી હકુમત ધરાવતા બીજા જજ અથવા મેજિસ્ટ્રેટ એવી હકુમત વાપરે ત્યારે એવા અનુગામી જજ અથવા મેજિસ્ટ્રેટ પોતાના પુરોગામીએ નોંધેલા અથવા અંશતઃ પોતાના પુરોગામીએ અને અંશતઃ પોતે નોંધેલા પુરાવાના આધારે કાયૅવાહી કરી શકશે
પરંતુ અનુગામી જજ અથવા મેજિસ્ટ્રેટનો અભિપ્રાય એવો થાય કે જેની જુબાની અગાઉ લેવામાં આવી હોય તેવા કોઇ સાક્ષીની વધુ જુબાની લેવી ન્યાયના હિતમાં જરૂરી છે તો તે એવા કોઈ સાક્ષીને સમન્સથી ફરી બોલાવી શકો અને પોતે પરવાનગી આપે એવી તેની તપાસ ઊલટ તપાસ અને ફેર તપાસ થાય તો તે થયા પછી સાક્ષીને રજા આપવામાં આવશે
(૨) આ અધિનિયમની જોગવાઇઓ હેઠળ કોઇ કેસ એક જજ પાસેથી બીજા જજને અથવા એક મેજિસ્ટ્રેટ પાસેથી બીજાને સોંપવામાં આવે ત્યારે પેટા કલમ (૧)ના અર્થ મુજબ પ્રથમ જણાવેલ મેજીસ્ટ્રેટ તે કેસ અંગે હુકમત ધરાવતા બંધ થયેલ હોવાનુ અને તે બીજા મેજિસ્ટ્રેટ તેના અનુગામી હોવાનુ ગણાશે નહી.
(૩) આ કલમનો કોઇ પણ મજકુર સંક્ષિપ્ત ઇન્સાફી કાયૅવાહીને અથવા કલમ ૩૨૨ હેઠળ જેની કાયૅવાહી સ્થગિત થયેલ હોય અથવા કલમ ૩૨૫ હેઠળ જેની કાયૅવાહી ઉપલા મેજિસ્ટ્રેટને સાદર કરવામાં આવી હોય તેવા કેસને લાગુ પડશે નહી.
Copyright©2023 - HelpLaw