કોર્ટે ખુલ્લી હોવા બાબત
(૧) કોઇ ગુનાની તપાસ કે ઇન્સાફી કાર્યવાહી માટે કોઇ ફોજદારી કોટૅ જયાં કામ કરી રહેલ હોય તે સ્થળ ખુલ્લી કોર્ટ ગણાશે અને તેમા સગવડપુર્વક સમાઇ શકે તેના લોકોને ત્યાં પ્રવેશ મળી શકશે
પરંતુ કોટૅના જજ કે મેજીસ્ટ્રેટ પોતાને યોગ્ય લાગે તો કોઇ ખાસ કેસની તપાસ કે ઇન્સાફી કાયૅવાહીના કોઇ તબકકે લોકો અથવા કોઇ નીદિષ્ટ વ્યકિત કોટૅ કામ કરી રહેલ હોય તે ખંડમાં કે મકાનમાં આવી શકશે નહીં અથવા હાજર રહી શકશે નહી કે રોકાઇ શકશે નહી એવો હુકમકરી શકશે
(૨) પેટા કલમ (૧)માં ગમે તે મજકુર હોય તે છતા બળાત્કાર અથવા ભારતના ફોજદારી
અધિનિયમ (સન ૧૮૬૦ના ૪૫માં) ની કલમ ૩૭૬-ક ૩૭૬-ખ ૩૭૬-ગ અથવા કલમ
૩૭૬-ઘ અથવા ૩૭૬-ઇ હેઠળના ગુનાની ઇન્સાફી કાયૅવાહી બંધ કમરામાં ચલાવવી જોઇશે
પરંતુ પ્રમુખ જજ યોગ્ય ગણે તો અથવા બેમાંથી કોઇ પણ પક્ષકારે કરેલ અરજી ઉપરથી કોટૅ ઉપયોગ કરેલ રૂપ અથવા મકાનમાં પ્રવેશવાની અથવા તેમા રહેવાની અથવા હોવાની કોઇ પણ ખાસ કાયદેસર ગણાશે નહી
પરંતુ એમ જોગવાઇ કરવામાં આવી છે કે બંધ બારણે (ઇન કેમેરા) અર્થાત ખુલ્લી
અદાલતમાં નહી એવી સમીક્ષા શકય હશે ત્યાં સુધી તે મહિલા ન્યાયાધિશ અથવા મેજિસ્ટ્રેટ દ્રારા કરાશે (૩) પેટા કલમ (૨) હેઠળ કોઇ કાર્યવાહી હાથ ધરી હોય ત્યારે કોર્ટની પૂર્વ પરવાનગી
સિવાય આવી કોઇપણ કાર્યવાહીના સબંધમાં કોઇપણ બાબત કોઈપણ વ્યકિત છાપે
અથવા પ્રસિધ્ધ કરે તો તે કાયદેસર ગણાશે નહી.
પરંતુ એમ જોગવાઇ કરવામાં આવી છે કે બળાત્કારના કિસ્સાની સમીક્ષાની કાયૅવાહીને છાપવા અથવા પ્રસિધ્ધ કરવા બાબતે પ્રતિબંધિત છે તે પક્ષકારોના નામ અને સરનામા અંગે ગુપ્તતા જાળવવાને આધીન રહીને રદ કરાશે
Copyright©2023 - HelpLaw