આરોપી પાગલ હોય ત્યારે કાર્યરીતિ - કલમ:૩૨૮

આરોપી પાગલ હોય ત્યારે કાર્યરીતિ

(૧) કોઇ તપાસ કરનાર મેજિસ્ટ્રેટને એમ માનવાને કારણ હોય કે જે આરોપી સામે તપાસ થઇ રહેલ છે તે અસ્થિર મગજનો છે અને તેથી પોતાનો બચાવ કરી શકે તેમ નથી તો મેજિસ્ટ્રેટ તેના મગજના અસ્થિરતા બાબત તપાસ કરવી જોઇશે અને જિલ્લાના સિવિલ સર્જન અથવા રાજય સરકાર આદેશ આપે તેવા બીજા તબીબી અધિકારી પાસે તેને તપાસાવવો જોઇશે અને તેમ થયા પછી તે સજૅન કે બીજા અધિકારીને સાક્ષી તરીકે તપાસી તેની જુબાની લખી લેવી જોઇશે

(૧-એ) જો સિવિલ સર્જનને એમ લાગે કે આરોપી અસ્વસ્થ મગજનો છે તો એ એવી વ્યકિતને મનોરોગી નિષ્ણાત સમક્ષ મોકલી આપશે અથવા કલીનિકલ સાયકોલોજીસ્ટ સમક્ષ મોકલી આપશે જેથી તેની સારસંભાળ લેવાય સારવાર થાય અને તેની સ્થિતિની ચિકિત્સા (પ્રોગ્નોસીસ) થાય અને મનોરોગી નિષ્ણાત અથવા કલીનિકલ સાયકોલોજીસ્ટ જેમ કિસ્સો હોય તેમ મેજિસ્ટ્રેટને જણાવશે કે આરોપી અસ્વસ્થ મનની બિમારીથી પીડાય છે કે માનસિક મંદબુધ્ધિથી પીડાય છે

પરંતુ એમ જોગવાઇ કરી છે કે જો આરોપી મેજિસ્ટ્રેટને મનોચિકિત્સકે અથવા કલીનિકલ સાયકોલોજિસ્ટે આપેલી માહિતીથી વ્યાથા પામ્યો હોય તો તે મેડિકલ બોર્ડને અપીલ કરશે જેનુ બંધારણ આ પ્રમાણે હશે (એ) નજીકમાં નજીકની સરકારી હોસ્પિટલના સાઇકીઆટ્રીક યુનિટની મુખ્ય વ્યકિત અને

(બી) નજીકમાં નજીકની મેડિકલ કોલેજના સાઇકીઆટ્રિક વિભાગનો કોઇ એક સભ્ય (૨) એવી તબીબી તપાસ અને મગજની અસ્થિરતા વિશેની તપાસ થતા દરમ્યાન તે મેજિસ્ટ્રેટ તે આરોપી અંગે કલમ ૩૩૦ની જોગવાઇઓ અનુસાર કાર્યવાહી કરી શકશે (૩) જો આવા મેજીસ્ટ્રેટને એમ જણાવવામાં આવે કે પેટા કલમ (૧-એ) માં જણાવેલી વ્યકિત અસ્વસ્થ

મગજની છે તો મેજિસ્ટ્રેટ એ ફરીથી ખાતરી કરશે કે એવી વ્યકિતની માનસિક અસ્વસ્થતા તેને પોતાનો બચાવ કરવાને અસમથૅ બનાવી દે તેવી છે કે કેમ અને જો આરોપી એમ અશકિતમાન છે એવુ જણાય તો મેજિસ્ટ્રેટ એવી અશકત ની નોંધ કરશે અને ફરિયાદ પક્ષે રજુ કરેલો પુરાવો તપાસશે અને આરોપીના ધારાશાસ્ત્રને સાંભળ્યા પછી પરંતુ આરોપીને પ્રશ્નો કર્યું। વિના તેમને એમ લાગે કે આરોપી સામે કોઇ પ્રથમદશૅનીય કેસ બનતો નથી તો એ તપાસને મોકુફ રાખવાને બદલે આરોપીને છોડી મુકશે અને તેની સાથે કલમ ૩૩૦ માં જણાવેલી રીતે વ્યવહાર કરશે

પરંતુ એમ જોગવાઇ કરવામાં આવે છે કે મેજિસ્ટ્રેટને જો એમ જણાય કે જેની સામે અસ્વસ્થમનની નોંધ

કરવામાં આવી છે તે આરોપી સામે પ્રથમદર્શનીય કેસ બને છે તો પછી એની કાયૅવાહીને મેજિસ્ટ્રેટ એટલા સમય માટે મોકુફ રાખશે કે જે મનોચિકિત્સક અથવા કલીનિકલ સાયકોલોજીસ્ટના મતે જરૂરી છે અને આરોપી સાથે કલમ ૩૩૦ પ્રમાણે વ્યવહાર કરવાનો આદેશ કરશે (૪) જો આવા મેજિસ્ટ્રેટને એમ જણાવવામાં આવે કે પેટા કલમ (૧ એ) માં જેનો ઉલ્લેખ છે તે વ્યકિત

માનસિક રીતે મંદબુધ્ધિની છે તો મેજિસ્ટ્રેટ એ નકકી કરશે કે આરોપીની આવી માનસિક મંદબુધ્ધિ અને એનો

બચાવ કરવાને અશકત બનાવી દે છે કે કેમ અને જો આરોપી એમ અશકત છે એવુ માલુમ પડશે તો મેજિસ્ટ્રેટ તપાસ બંધ કરવાનો આદેશ કરશે અને કલમ ૩૩૦માં જણાવ્યા પ્રમાણેની રીતે આરોપી સાથે વ્યવહાર કરશે