કોર્ટ સમક્ષની ઇન્સાફી કાયૅવાહીમાં અસ્થિર મગજના આરોપીની બાબતમાં અનુસરવાની કાયૅરીતિ - કલમ:૩૨૯

કોર્ટ સમક્ષની ઇન્સાફી કાયૅવાહીમાં અસ્થિર મગજના આરોપીની બાબતમાં અનુસરવાની કાયૅરીતિ

(૧) મેજીસ્ટ્રેટ કે સેશન્સ કોર્ટ સમક્ષની કોઇ આરોપીની ઇન્સાફી કાર્યવાહી કરતી વખતે મેજિસ્ટ્રેટને કે કોર્ટને એવુ જણાય કે તે અસ્થિર મગજનો છે અને તેને પરિણામે પોતાનો બચાવ કરવા અસમથૅ છે તો મેજિસ્ટ્રેટે કે કોટૅ પ્રથમ તબકકે તેના મગજની અસ્થિરતા અને અસમાસ્થ્યની હકીકત અંગે ઇન્સાફી કાર્યવાહી કરવી જોઇશે અને મેજીસ્ટ્રેટ કે કોર્ટને પોતાની સમક્ષ રજુ કરવામાં આવે તેવા તબીબી અને બીજા પુરાવા વિચારણામાં લીધા પછી તે હકીકત અંગેની ખાતરી થાય તો તે મેજિસ્ટ્રેટ કે કોટૅ તે મતલબના નિણૅયની નોંધ કરીને કેસની ત્યાર પછીની કાયૅવાહી મુલતવી રાખવી જોઇશે

(૧એ) જો સમીક્ષા દરમ્યાન મેજિસ્ટ્રેટ અથવા સેશન્સ કોર્ટને એમ માલુમ પડે કે આરોપી અસ્વસ્થ મગજનો છે તો તે આવી વ્યકિતને મનોરોગ નિષ્ણાત વ્યકિત પાસે અથવા કલીનિકલ સાયકોલોજીસ્ટની સમક્ષ જેમ કિસ્સો હોય તેમ દરકાર અને સારવા માટે મોકલી આપશે અને આવો મનોરોગી નિષ્ણાત અથવા કર્લીનિકલ સાયકોલોજીસ્ટ જેમ કિસ્સો હોય તેમ મેજિસ્ટ્રેટને અથવા કોર્ટને આરોપી મનની અસ્વસ્થતાથી પીડાય છે કે કેમ તે વિષેનો રિપોર્ટ કરશે

પરંતુ એમ ઠરાવ્યુ છે કે જો આરોપીને મનોરોગી નિષ્ણાંત વ્યકિતએ અથવા કલીનિકલ સાયકોલોજીસ્ટે જેમ કિસ્સો હોય તેમ આપેલી માહિતીથી વ્યથિત થયો હશે તો તે મેડિકલ બોર્ડ સમક્ષ અપીલ કરી શકશે અને મેડિકલ બોર્ડે નીચેના હોદેદારોની બનેલી હશે

(એ) નજીકમાં નજીકની સરકારી ઇસ્પિતાલના મનોરોગ એકમની વ્યકિત અને (બી) નજીકમાં નજીકની મેડિકલ કોલેજના મનોરોગ વિભાગનો એક સભ્ય

(૨) જો આવા મેજિસ્ટ્રેટ અથવા અદાલતને એમ ખબર અપાય કે પેટા કલમ (૧-એ)માં જેનો ઉલ્લેખ છે તે વ્યકિત અસ્વસ્થ મગજની છે તો મેજિસ્ટ્રેટ અથવા કોટૅ વધુમાં એક ઠરાવશે કે એની માનસિક અસ્વસ્થતા આરોપીને એનો બચાવ કરવાને માટે અશકિતમાન બનાવે છે કે કેમ અને જો આરોપી એવો અશકત માલુમ પડે તો મેજિસ્ટ્રેટ અથવા કોર્ટ એ બાબતનો નિણૅય નોંધશે અને ફરિયાદ પક્ષે રજુ કરેલો પુરાવો તપાસશે અને આરોપીના ધારાશાસ્ત્રીને સાંભળ્યા પછી પરંતુ આરોપીને પ્રશ્નો પુછવા વિના જો મેજિસ્ટ્રેટ અથવા અદાલતને એમ માલુમ પડે કે આરોપી સામે કોઇ પ્રથમદશૅનીય કેસ બનતો નથી તો તે એવી સમીક્ષા મોકુફ રાખવાને બદલે આરોપીને છોડી મુકશે અને કલમ ૩૩૦ માં ઠરાવેલી રીત પ્રમાણે તેની સાથે વ્યવહાર કરશે

પરંતુ એમ ઠરાવ્યુ છે કે જો મેજીસ્ટ્રેટ અથવા કોટૅને એમ માલુમ પડે કે આરોપી સામે પ્રથમ દર્શનીય કેસ બન્યો છે અને તેની સામે અસ્વસ્થ મનનો છે એવો નિર્ણય લેવાયો છે તો તે આવી સમીક્ષાને મનોરોગનિષ્ણાત અથવા કલીનિકલ સાયક્રીઆટ્રીસ્ટના અભિપ્રાય પ્રમાણે સમીક્ષાને આરોપીની સારવાર માટે જરૂરી હોય એવા સમય માટે મોકુફ રાખશે (૩) જો મેજિસ્ટ્રેટ અથવા અદાલતને એમ જણાય કે આરોપીની વિરૂધ્ધ પ્રથમ દશૅનીય કેસ બનાવવામાં આવ્યો છે અને તે એની માનસિક અશકતતાને કારણે એનો બચાવ કરવાને અશકિતમાન છે તો તે સમીક્ષા હાથ ધરશે નહિ અને એવો આદેશ કરશે કે આરોપીની સાથે કલમ ૩૩૦ પ્રમાણે વ્યવહાર કરાશે