અન્વેષણ અથવા ઇન્સાફી કાર્યવાહી બાકી હોય ત્યારે અસ્થિર મગજની વ્યકિતને છોડવા બાબત - કલમ:૩૩૦

અન્વેષણ અથવા ઇન્સાફી કાર્યવાહી બાકી હોય ત્યારે અસ્થિર મગજની વ્યકિતને છોડવા બાબત

(૧) જયારે કોઇ વ્યકિત કલમ-૩૨૮ કે કલમ-૩૨૯ અન્વયે એની માનસિક અસ્વસ્થતાને કારણે અથવા માનસિક અશકતતાને કારણે એનો બચાવ કરવાને અશકિતમાન માલુમ પડે ત્યોર મેજીસ્ટ્રેટ અથવ અદાલત જેમ કિસ્સો હોય તેમ આરોપીને જામીન પર છોડવાનો આદેશ કરશે પછી કેસ એવો હોય કે જેમા જમીન લઇ શકાય તેમ હોય કે નહિ.

પરંતુ એમ જોગવાઇ કરવામાં આવે છે કે આરોપી એવી માનસિક અસ્વસ્થતાથી અથવા માનસિક અશકતતાથી પીડાતો હોય કે જેમા તેને દવાખાનાની અંદર રાખીને સારવાર આપવાનુ જરૂરી ન હોય અને તેનો મિત્ર કે સર્ગો અને નિયમિત આઉટ પેશન્ટ સાઇકીયાટ્રીક સારવાર અપાવવાનુ માથે લે જેથી તેને નજીકમાં નજીકની દાકતરી સગવડથી મળી રહે અને જેથી એની જાતને કે કોઇ અન્ય વ્યકિતને નુકશાન કરતો તેને

અટકાવી શકાય (૨) જો કેસ એવો હોય કે જેમા મેજિસ્ટ્રેટનો અથવા અદાલતનો અભિપ્રાય જેમ કિસ્સો હોય તેમ એવો હોય

કે જામીન આપી શકાય નહિ અથવા કોઇ યોગ્ય બાંહેધરી અપાય નહિ તો તે આરોપીને એવા સ્થળે રાખવાનો

આદેશ કરશે જયાં તેને નિયમિત રીતે મનોચિકિત્સકની સારવાર મળ્યા કરે અને આવા પગલા અંગેની જાણ

રાજય સરકારને આ વિષે રિપોર્ટ આપીને તે કરશે પરંતુ એમ જોગવાઇ કરવામાં આવે છે કે આરોપીને રાજય સરકારે મેન્ટલ હેલ્થ એકટ ૧૯૮૭ હેઠળ જે નીયમો બનાવ્યા હોય તેને અનુસર્યં । સિવાય આરોપીને ગાંડાની ઇસ્પિતાલ માં અટકમાં રાખવાનો આદેશ કરવામાં આવશે નહી.

(૩) જયારે કલમ ૩૨૮૩૨૮અથા કલમ-૩૨૯ હેઠળ કોઇ વ્યકિત એની માનસિક અસ્વસ્થતા અથવ માનસીક મંદબુધ્ધિને કારણે પોતાનો બચાવ કરવાને અસમથૅ માલુમ પડે ત્યારે મેજિસ્ટ્રેટ અથવા અદાલત જેમ કિસ્સો હોય તેમ કરેલા કાયૅનુ સ્વરૂપ ધ્યાનમાં લઇને અને આરોપીને માનસિક અસ્વસ્થતા તથા માનસિક મંદબુધ્ધિને ધ્યાનમાં રાખીને વધુમા એમ નકકી કરશે કે આરોપીને મુકત કરી શકાય કે કેમ

પરંતુ એવી જોગવાઇ કરવામાં આવી છે કે

(એ) જો દાકતરી અભિપ્રાયના આધારે અથવા વિશેષજ્ઞના અભિપ્રાયને આધારે મેજિસ્ટ્રેટ અથવા અદાલત

જેમ કિસ્સો હોય તેમ કલમ ૩૨૮ અથવા કલમ-૩૨૯ માં જોગવાઇ કર્યું । પ્રમાણે જો આરોપીને મુકત કરવાનુ

નકકી કરશે તો એ માટે એવા પુરતા જામીન અપાયે કે આરોપી પોતાને કે અન્ય કોઇ વ્યકિતને ઇજા કરશે નહિ તો આવી મુકિત આપવાનો આદેશ કરી શકાશે (બી) જો મેજિસ્ટ્રેટ અથવા અદાલત જેમ કિસ્સો હશે તેમ એવો અભિપ્રાય ધરાવે કે આરોપીને મુકત કરવાનો આદેશ કરાશે નહિ તો આરોપીની ફેરબદલી અસ્વસ્થ મનની વ્યકિતઓ અથવા મંદબુધ્ધિવાળી

વ્યકિતઓના રહેવાના સ્થાને કરવાનો આદેશ કરાશે જયાં આરોપીની દેખભાળ અને યોગ્ય શિક્ષણ અને તાલીમની જોગવાઇ કરવામાં આવશે