તપાસ કે ઇન્સાફી કાયૅવાહી ફરી ચાલુ કરવા બાબત - કલમ:૩૩૧

તપાસ કે ઇન્સાફી કાયૅવાહી ફરી ચાલુ કરવા બાબત

(૧) કલમ ૩૨૮ કે કલમ ૩૨૯ હેઠળ તપાસ કે ઇન્સાફી કાયૅવાહી મુલતવી રાખવામાં આવે ત્યારે યથાપ્રસંગ મેજિસ્ટ્રેટે અથવા કોટૅ કોઇ પણ સમયે સબંધિત આરોપી અસ્થિર મગજનો હોતો બંધ થાય કે પછી તપાસ ઇન્સાફી કાયૅવાહી ફરી ચાલુ કરી શકશે અને તે પોતાની સમક્ષ આરોપીને હાજર થવા કે રજુ કરવા ફરમાવી શકશે

(૨) આરોપીને કલમ ૩૩૦ હેઠળ છોડવામાં આવ્યો અને તેને હાજર કરવા માટેના જામીનો મેજિસ્ટ્રેટ કે કોટૅ આ માટે નીમે તે અધિકારી સમક્ષ તેને રજુ કરે ત્યારે આરોપી પોતાનો બચાવ કરી શકે તેમ છે એવુ તે અધિકારીનુ પ્રમાણપત્ર પુરાવામાં સ્વીકારી શકાશે