મેજિસ્ટ્રેટ કે કોટૅ સમક્ષ આરોપી હાજર થાય ત્યારે અનુસરવાની કાયૅરીતિ - કલમ:૩૩૨

મેજિસ્ટ્રેટ કે કોટૅ સમક્ષ આરોપી હાજર થાય ત્યારે અનુસરવાની કાયૅરીતિ

(૧) યથાપ્રસંગ મેજિસ્ટ્રેટ કે કોટૅ સમક્ષ આરોપી હાજર થાય અથવા તેને ફરીથી રજુ કરવામાં આવે ત્યારે તે પોતાનો બચાવ કરી શકે તેમ છે એમ મેજિસ્ટ્રેટ કે કોટૅને લાગે તો તપાસ કે ઇન્સાફી કાયૅવાહી આગળ ચલાવવામાં આવશે

(૨) આરોપી ત્યારે પણ પોતાને બચાવ કરવા અસમથૅ હોવાનુ મેજિસ્ટ્રેટ કે કોટૅને લાગે તો કલમ ૩૨૮ અથવા કલમ ૩૨૯ની જોગવાઇઓ અનુસાર તે ફરીથી કાયૅવાહી કરી શકશે અને આરોપી અસ્થિર મગજનો હોવાનુ અને તેને પરિણામે પોતાનો બચાવ કરવા અસમથૅ હોવાનુ જણાય કે તે તેણે કલમ ૩૩૦ની જોગવાઇઓ અનુસાર તે આરોપી અંગે કાયૅવાહી કરવી જોઇશે.