આરોપી આરોપિત કૃત્ય કરતી વખતે અસ્થિર મગજનો હોવાનુ જણાય ત્યારે કાયૅરીતિ - કલમ:૩૩૩

આરોપી આરોપિત કૃત્ય કરતી વખતે અસ્થિર મગજનો હોવાનુ જણાય ત્યારે કાયૅરીતિ

તપાસ કે ઇન્સાફી કાયૅવાહી વખતે આરોપી સ્થિર મગજનો હોવાનુ જણાય અને પોતાની સમક્ષ રજુ થયેલ પુરાવા ઉપરથી મેજિસ્ટ્રેટને ખાતરી થાય કે આરોપી એવુ કૃત્ય કર્યું હોવાનુ માનવાને કારણે છે કે જે કૃત્ય જો તે સ્થિર મગજનો હોત તો તેણે કર્યું હોત તો ગુનો બનત અને એ કૃત્ય કરતી વખતે પોતાના મગજની અસ્થિરતાને કારણે તેનો પ્રકાર જાણવા અથવા તે ગેરકાયદેસર કાયદા વિરૂધ્ધ હોવાનુ જાણવા સમથૅ હતો ત્યારે મેજિસ્ટ્રેટે કેસ આગળ ચલાવવો જોઇશે અને આરોપીની ઇન્સાફી કાયૅવાહી સેશન્સ કોટૅ કરવાની હોય તો સેશન્સ ઇન્સાફી કોટૅ કાયૅવાહી માટે તેને કમિટ કરવો જોઇશે.