પાગલ કેદી પોતાનો બચાવ કરવા સમથૅ છે એવો રિપોટૅ મળે ત્યારે અનુસરવાની કાયૅરીતિ - કલમ:૩૩૭

પાગલ કેદી પોતાનો બચાવ કરવા સમથૅ છે એવો રિપોટૅ મળે ત્યારે અનુસરવાની કાયૅરીતિ

સદરહુ વ્યકિતને કલમ ૩૩૦ની પેટા કલમ (૨)ની જોગવાઇઓ હેઠળ અટકમાં રાખેલ હોય અને કોઇ જેલમાં રાખેલ વ્યકિત બાબતમાં જેલોના ઇન્સ્પેકટર જનરલ અથવા કોઇ પાગલ ખાનામાં રાખેલ વ્યકિત બાબતમાં તે પાગલ ખાનાના મુલાકાતીઓ અથવા તેમાના કોઇ બે મુલાકાતીઓ એવુ પ્રમાણિત કરે કે તેના કે તેમના અભિપ્રાય મુજબ તે વ્યકિત પોતાનો બચાવ કરવા સમથૅ છે ત્યારે યથાપ્રસંગ મેજિસ્ટ્રેટ કે કોટૅ નકકી કરે તે સમયે તેની સમક્ષ તે વ્યકિતને લઇ જવામાં આવશે અને તે મેજિસ્ટ્રેટે કે કોટૅ કલમ ૩૩૨ની જોગવાઇઓ મુજબ તે વ્યકિત અંગે કાયૅવાહી કરવી જોઇશે અને ઉપયુકત ઇન્સ્પેકટર જનરલ કે મુલાકાતીઓનુ પ્રમાણપત્ર પુરાવામાં સ્વીકારી શકશે