
અટકમાં રખાયેલી પાગલ વ્યકિતને મુકત જાહેર કરાય ત્યારે અનુસરવાની કાયૅરીતિ થવા યોગ્ય
(૧) સદરહુ વ્યકિતને કલમ ૩૩૦ની પેટા કલમ (૨)ની અથવા કલમ ૩૩૫ની જોગવાઇઓ હેઠળ અટકમાં રાખેલ હોય અને એવા ઇન્સ્પેટકર જનરલ કે મુલાકાતીઓ પ્રમાણિત કરે કે તે વ્યકિતને તેની કે તેમની માન્યતા પ્રમાણે તે પોતાને કે અન્ય કોઇ વ્યકિતને ઇજા કરી બેસે એવો ભય રાખ્યા વિના તેને મુકત કરી શકાય તેમ છે તો તે ઉપરથી રાજય સરકારે તે વ્યકિતને મુદત કરવાનો અથવા કસ્ટડીમાં રાખવાનો અથવા તેને કોઇ સાવૅજનિક પાગલખાનામાં મોકલી આપેલ ન હોય તો તેને એવા પાગલખાનામાં મોકલી દેવાનો હુકમ કરી શકશે અને એવો હુકમ કરે તો ન્યાયાધીકારી અને બે તબીબી અધિકારીઓનુ બનેલુ કમિશન નીમી શકશે
(૨) તે કમિશને જરૂરી હોય તેવો પુરાવો લઇ તે વ્યકિતના મગજની સ્થિતિ વિષે રીતસરની તપાસ કરીને રાજય સરકારને રિપોટૅ કરવો જોઇશે અને રાજય સરકાર પોતાને યોગ્ય લાગે તે પ્રમાણે તે વ્યકિતને મુકત કરવાનો અથવા કટકમાં રાખવાનો હુકમ કરી શકશે
Copyright©2023 - HelpLaw