પાગલ વ્યકિતને તેના સગા કે મિત્રને સંભાળ માટે સોંપવા બાબત - કલમ:૩૩૯

પાગલ વ્યકિતને તેના સગા કે મિત્રને સંભાળ માટે સોંપવા બાબત

(૧) કલમ ૩૩૦ કે કલમ ૩૩૫ની જોગવાઇઓ હેઠળ અટકમાં રાખાયેલ કોઇ વ્યકિતને પોતાની સંભાળ નીચે અને કસ્ટડીમાં રાખવા સોંપી દેવામાં આવે તેમ તેનો કોઇ સગો કે મિત્ર ઇચ્છતો હોય ત્યારે તે સગા કે મિત્રની અરજી ઉપથી અને રાજય સરકારને ખાતરી થાય એવી રીતે સોંપનાર વ્યકિત અંગે નીચે પ્રમાણે કરવાની તે જામીનગીરી આપે તો તે

વ્યકિતને તે સગા કે મિત્રને સોંપવા માટેનો રાજય સરકાર હુકમ કરી શકશે (ક) તેની બરાબર સંભાળ રાખવામાં આવશે અને પોતાની જાતને કે અન્ય કોઇ વ્યકિતને ઇજા ન કરી બેસે તેની તકેદારી રાખવામાં આવશે (ખ) રાજય સરકાર ફરમાવે તે અધિકારીની તપાસણી માટે અને તે સમયે તથા સ્થળે તેને રજૂ કરવામાં આવશે

(ગ) કલમ ૨૩૦ હેઠળ અટકમાં રાખાયેલ વ્યકિતની બાબતમાં ફરમાવવામાં આવે ત્યારે તે મેજિસ્ટ્રેટ કે કોટૅ સમક્ષ તેને રજુ કરવામાં આવશે (૨) એ રીતે સોપાયેલ વ્યકિત જે ગુનાની કાયૅવાહી તેનુ મગજ અસ્થિર હોવાને અને તે પોતાનો બચાવ કરવા અસમથૅ હોવાને કારણે મુલતવી રાખવામાં આવી હોય તે ગુનાનો આરોપી હોય તો અને પેટા કલમ (૧)ના ખંડ (ખ) માં ઉલ્લેખાયેલ તપાસણી અધિકારી કોઇ પણ સમયે મેજીસ્ટ્રેટ કે કોટૅને એવુ પ્રમાણીત કરે કે તે વ્યકિત પોતાનો બચાવ કરવા સમય છે તો તે મેજિસ્ટ્રેટને કે કોર્ટ જેને તે આરોપી સોંપવામાં આવ્યો હોય તે સગા કે મિત્રને તેને પોતાની સમક્ષ રજુ કરવા ફરમાવવુ જોઇશે અને તેને રજુ કરવામાં મેજિસ્ટ્રેટે કે કોટૅ કલમ ૩૩૨ની જોગવાઇઓ અનુસાર કાયૅવાહી કરવી જોઇશે અને તપાસણી અધિકારોનું પ્રમાણપત્ર પુરાવામાં લઇ શકશે