
કલમ ૧૯૫માં જણાવેલા કેસોમાં અનુસરવાની કાર્યરીતિ
(૧) પોતાને એ માટે મળેલી અરજી ઉપરથી કે બીજી રીતે કોઇ દીવાની મહેસુલી કે ફોજદારી કોટૅનો અભિપ્રાય એવો જાય કે યથાપ્રસંગ તે કોટૅની કોઇ કાયૅવાહીમાં અથવા તેના સબંધમાં કર્યો હોવાનુ જણાતુ હોય તેવા કલમ ૧૯૫ની પેટા કલમ (૧)ના ખંડડ (ખ) કે (ગ)માં ઉલ્લેખાયેલા કોઇ ગુના અંગે અથવા તે કોટૅની કાયૅવાહીમાં રજુ થયેલ કે પુરાવામાં અપાયેલ દસ્તાવેજ અંગે તપાસ કરવી ન્યાયના હિતમાં ઇષ્ટ છે તો પોતાને જરૂરી લાગે તેવી પ્રાથમિક તપાસ કરવી હોય તો તે કર્યું । પછી તે કોટૅ નીચે પ્રમાણે કરી શકશે
(ક) એ મતલબનો લેખિત નિર્ણય નોંધી શકાશે
(ખ) તેની લેખિત ફરિયાદ કરી શકો (ગ) હકુમત ધરાવતા પ્રથમ વગૅના મેજીસ્ટ્રેટને તે મોકલી શકશે
(ઘ) તે મેજિસ્ટ્રેટ સમક્ષ આરોપી હાજર રહે તે માટે પુરતી જામીનગીરી લઇ શકશે અથવા જો કહેવાનો ગુનો બિન જામીની હોય અને કોર્ટને તેમ કરવું જરૂરી જણાય તો આરોપીને તે મેજિસ્ટ્રેટ સમક્ષ પહેરા હેઠળ મોકલી શકશે અને
(ચ) એવા મેજિસ્ટ્રેટ સમક્ષ હાજર થવા અને પુરાવો આપવા કોઇ વ્યકિતનો મુચરકો
લઇ શકશે (૨) ગુનાના સબંધમાં પેટા કલમ (૧)થી કોટૅને મળેલી સતા જયારે પણ તે ગુનાના તે સબંધમાં એવી કોટૅ પેટા કલમ (૧) મુજબ ફરિયાદ કરી ન હોય અથવા એવી ફરિયાદ કરવા માટેની અરજી નામંજુર કરી ન હોય ત્યારે એવી કોટૅ કલમ ૧૯૫ની પેટા કલમ (૪) ના અથૅ મુજબ જેની સતા નીચે હોય તે કોર્ટે વાપરી શકશે (૩) આ કલમ હેઠળ કરાયેલ કોઇ ફરિયાદમાં નીચેનાએ સહી કરવી જોઇશે
(ક) ફરિયાદ કરનાર કોર્ટે હાઇકોર્ટ હોય ત્યારે તે કોર્ટ નીમે તેવા ને કોર્ટના અધિકારીએ (ખ) બીજા કોઇ કેસમાં કોટૅના પ્રમુખ અધિકારી દ્રારા અથવા આ માટે અદાલત લેખિતમાં અધિકૃત કરે એવા અદાલતના અધિકારીએ (૪) આ કલમમાં કોટૅનો અથૅ કલમ ૧૯૫માં જે અથૅ થાય તે જ છે
Copyright©2023 - HelpLaw