અપીલ - કલમ:૩૪૧

અપીલ

(૧) જેની અરજી ઉપરથી હાઇકોટૅ સિવાયની કોઇ પણ કોટૅ કલમ ૩૪૦ની પેટા કલમ (૧) કે પેટા કલમ (૨) મુજબ ફરિયાદ કરવાની ના પાડી હોય અથવા જેની સામે તેવી કોટૅ એવી ફરિયાદ કરેલ હોય તે વ્યકિત કલમ ૧૯૫ની પેટા કલમ (૪)ના અથૅ મુજબ એવી કોટૅ જેની સતા નીચે હોય તે કોટૅને અપીલ કરી શકશે અને તેમ થયેલ તે ઉપલી કોટૅ સબંધિત પક્ષકારોને નોટીશ આપ્યા પછી યથાપ્રસંગ તે ફરિયાદ પાછી ખેંચી લેવાનો અથવા કલમ ૩૪૦ હેઠળ અગાઉ જણાવેલ કોટૅ કરી શકી હોત તે ફરિયાદ કરવાનો આદેશ આપી શકશે અને તે એવી ફરિયાદ કરે તો તે કલમની જોગવાઇઓ તે અનુસાર લાગુ પડશે

(૨) આ કલમ હેઠળનો હુકમ અને એવા કોઇ હુકમને આધીન રહીને કલમ ૩૪૦ હેઠળનો કોઇ હુકમ આખરી ગણાશે અને તેની ફેર તપાસ થઇ શકશે નહી.