ઇન્સાફી કાયૅવાહી શરૂ કરતા મેજિસ્ટ્રેટે અનુસરવાની કાયૅરીતિ
(૧) કલમ ૩૪૦ કે કલમ ૩૪૧ હેઠળ જેને ફરિયાદ કરવામાં આવી હોય તે મેજિસ્ટ્રેટે પ્રકરણ ૧૫માં ગમે તે મજકુર હોય તે છતા શકય હોય ત્યાં સુધી તે પોલીસ રિપોટૅ ઉપરથી શરૂ કરવામાં આવી હોય તેમ તે અંગે આગળ કાયૅવાહી કરવી જોઇશે
(૨) એવા મેજિસ્ટ્રેટનો અથવા જેને તે કેસ સોપવામાં આવ્યો તે બીજા મેજિસ્ટ્રેટના ધ્યાન પર એવુ લાવવામાં આવે કે જે ન્યાયિક કાયૅવાહીમાંથી તે બાબત ઉપસ્થિત થઇ છે તે કાયૅવાહીમાં થયેલા નિણૅય સામેની અપીલનો નિકાલ બાકી છે ત્યાર પોતાને યોગ્ય લાગે તે કાયૅવાહીમાં થયેલ નિણૅય સામેની અપીલનો નિકાલ બાકી છે ત્યારે પોતાને યોગ્ય લાગે તો તે અપીલનો નિણૅય થતાં સુધી કોઇ પણ તબકકે તે કેસની સુનાવણી મુલતવી રાખી શકશે
Copyright©2023 - HelpLaw