ખોટો પુરાવો આપવી અંગેની ઇન્સાફી કાર્યવાહી સંક્ષિપ્ત રીતે ચલાવવા બાબત - કલમ:૩૪૪

ખોટો પુરાવો આપવી અંગેની ઇન્સાફી કાર્યવાહી સંક્ષિપ્ત રીતે ચલાવવા બાબત

(૧) કોઇ ન્યાયિક કાયૅવાહીનો નિકાલ કરતો કોઇ ફેંસલો કે આખરી હુકમ સંભળાવતી વખતે સેશન્સ કોટૅ કે પહેલા વગૅના મેજિસ્ટ્રેટ એવી મતલબનો અભિપ્રાય નોંધે કે એવી કાર્યવાહીમાં હાજર રહેતા કોઇ પણ સાક્ષીએ જાણી જોઇને કે જાણીબુજીને ખોટો પુરાવો આપ્યો હતો અથવા એવી કાર્યવાહીમાં એવા પુરાવાનો ઉપયોગ થાય તેવા ઇરાદાથી ખોટો પુરાવો ઊભો કર્યો હતો તો કોટૅ કે મેજિસ્ટ્રેટને ખાતરી થાય કે યથાપ્રસંગ ખોટો પુરાવો આપવા અથવા ઊભો કરવા માટે સાક્ષીની સંક્ષિપ્ત ઇન્સાફી કાયૅવાહી કરવાનુ ન્યાયના હિતમાં જરૂરી અને ઇષ્ટ છે તો તે ગુનાની ઇન્સાફી કાયૅવાહી શરૂ કરી શકરો અને ગુનેગારને એવા ગુના માટે શિક્ષા શા માટે ન કરવી જોઇએ તેનુ કારણ દર્શાવવાની વ્યાજબી તક આપ્યા પછી એવા ગુનેગારની સંક્ષિપ્ત રીતે ઇન્સાફી કાર્યવાહી કરી શકશે અને તેને ત્રણ મહિના સુધીની કેદની અથવા પાંચસો રૂપિયા સુધીની દંડની સજા અથવા બંને સજા કરી શકાશે

(૨) એવા દરેક કેસમાં કોર્ટે શકય હોય તેટલે સુધી સંક્ષિપ્ત રીતે ઇસાફી કાર્યવાહી કરવા માટે ઠરાવાયેલી કાર્યરીતિ અનુસરવી જોઇશે

(૩) જયારે કોટૅ આ કલમ હેઠળ કાયૅવાહી કરવાનુ પસંદ કરે ત્યારે તે ગુના માટે કલમ ૩૪૦ હેઠળ ફરિયાદ કરવાની કોટૅની સતાને આ કલમના કોઇ પણ મજકુરથી બાધ આવશે નહી.

(૪) પેટા કલમ (૧) હેઠળ કોઇ કાયૅવાહી શરૂ કરવામાં આવી હોય તે પછી સેશન્સકોટૅ કે પહેલા વગૅના મેજિસ્ટ્રેટને એવુ બતાવવામાં આવે કે જેમા તે પેટા કલમમાં જણાવેલ અભિપ્રાય નોંધવામાં આવ્યો હતો તે ફેંસલો કે હુકમ વિરૂધ્ધ અપીલ કે ફેર તપાસની અરજી થયેલ છે તો તે કોર્ટ અથવા મેજિસ્ટ્રેટ ને અપીલ કે ફેર તપાસની અરજીનો નિકાલ યતા સુધી ઇન્સાફી કાર્યવાહીની વધુ કાર્યવાહી સ્થગિત કરવી જોઇશે અને તેમ થયે ઇન્સાફી કાર્યવાહીની વધુ કાર્યવાહી અપીલ કે ફેરતપાસની અરજીના પરિણામ અનુસાર થશે