તિરસ્કાર અંગેના કેટલાક કેસોમાં કાયરીતિ - કલમ:૩૪૫

તિરસ્કાર અંગેના કેટલાક કેસોમાં કાયરીતિ

(૧) ભારતના ફોજદારી અધિનિયમ ની કલમ ૧૭૫ કલમ ૧૭૮ કલમ ૧૭૯ કલમ ૧૮૦ કે કલમ ૨૨૮માં વણૅવેલો કોઇ ગુનો કોઇ દિવાની ફોજદારી કે મહેસુલી કોટૅના દેખતા કે તેની હાજરીમાં કરવામાં આવે તો તે કોટૅ ગુનેગારને કસ્ટડીમાં રખાવી શકશે અને તે જ દિવસે તે કોટૅ ઊઠતા પહેલા કોઇ પણ વખતે તે ગુના ! અંગે ઇન્સાફી કાયૅવાહી શરૂ કરી શકશે અને આ કલમ હેઠળ તેને શા માટે શિક્ષા ન કરવી જોઇએ તેનુ કારણ દશૅવવા માટે ગુનેગારને વાજબી તક આપ્યા પછી ગુનેગારને બસો રૂપિયા સુધીના દંડની અને દંડ ન ભરે તો એક મહિના સુધીની સાદી કેદની સજા કરી શકશે સિવાય કે દંડ તે પહેલા ભરી દેવામાં આવે

(૨) એવા દરેક કેસમાં જેનાથી ગુનો બનતો હોય તે હકીકત તેમજ ગુનેગારે કરેલ હોય તે કથન તેમજ નિણૅય અને સજાની કોટૅ લેખિત નોંધ કરવી જોઇશે

(૩) ભારતના ફોજદારી અધિનિયમની કલમ ૨૨૮ મુજબનો ગુનો હતો તો જેને દખલ કે જેનુ અપમાન થયેલ હોય તે કોટૅ સમક્ષ ચાલતી ન્યાયિક કાયૅવાહીનો પ્રકાર અને તબકકો અને તે દખલ કે અપમાનનો પ્રકાર કેસના રેકડૅમાં દશૅવવા જોઇશે