ગુનેગાર માફી માગે તો તેને છોડી દેવા બાબત - કલમ:૩૪૮

ગુનેગાર માફી માગે તો તેને છોડી દેવા બાબત

જે કરવાનુ | કાયદેસર રીતે ગુનેગારને ફરમાવવામાં આવ્યુ હોય તે કાયૅ કરવાની ના પાડવા માટે કે તે ન કરવા માટે અથવા ઇરાદાપુવૅક અપમાન કે દખલ કરવા માટે તેને કોઇ કોટૅ કલમ ૩૪૫ હેઠળ શિક્ષા કરવાનો નિણૅય કર્યો હોય અથવા કલમ ૩૪૬ હેઠળ ઇન્સાફી કાયૅવાહી માટે તેને કોઇ મેજિસ્ટ્રેટ પાસે મોકલી આપ્યો હોય ત્યારે તે ગુનેગાર કોટૅના હુકમ કે ફરમાનને માન આપે અથવા કોટૅને સંતોષ થાય એ રીતે માફી માગે તે ઉપરથી તે કોટૅ પોતાની વિવેકબુધ્ધિ અનુસાર તેને છોડી મુકી શકશે અથવા કરેલી શિક્ષા માફ કરી શકશે