
જવાબ આપવાની દસ્તાવેજ રજુ કરવાની ના પાડનાર વ્યકિતને કેદની શિક્ષા કરવા કે કસ્ટડીમાં રાખવા બાબત
ફોજદારી કોટૅ સમક્ષ કોઇ દસ્તાવેજ કે વસ્તુ રજુ કરવા બોલાવેલ કોઇ સાક્ષી કે વ્યકિતને પુછવામાં આવે તે પ્રશ્નોના જવાબ આપવાની અથવા કોટૅ તેને રજુ કરવા ફરમાવે તે તેના કબજામાનો કે અધિકાર હેઠળનો દસ્તાવેજ કે વસ્તુ રજુ કરવાની ના પાડે અને એવી રીતે ના પાડવાનુ કોઇ વાજબી કારણ બતાવવા તેને વાજબી તક અપાયા પછી તેવુ કારણ ન બતાવે તો તે કોટૅ કારણોની લેખિત નોંધ કરીને તે વ્યકિત જુબાની આપવા અને જવાબ આપવા અથવા દસ્તાવેજ કે વસ્તુ રજુ કરવા સંમત ન થાય ત્યાં સુધી તેને વધુમાં વધુ સાત દિવસ સુધીની સાદી કેદની સજા કરી શકશે અથવા કોટૅના મેજિસ્ટ્રેટ કે જજની સહીથી વોરંટ કાઢીને તેને વધુમાં વધુ સાત દિવસ સુધી કોટૅના કોઇ અધિકારીની કસ્ટડીમાં રાખી શકશે અને તે વ્યકિત ના પાડવાનુ ચાલુ રાખે તો કલમ ૩૪૫ અથવા કલમ ૩૪૬ની જોગવાઇ અનુસાર તેની સામે કાયૅવાહી કરી શકશે
Copyright©2023 - HelpLaw