
કલમો ૩૪૪ ૩૪૫ ૩૪૯ અને ૩૫૦ હેઠળની ગુના સાબીતી ઉપર અપીલ
(૧) કલમ ૩૪૪ કલમ-૩૪૫ કલમ-૩૪૯ કે કલમ ૩૫૦ હેઠળ હાઇકોટૅ સિવાયની કોઇ કોટૅ જેને સજા કરી હોય તે વ્યકિત આ અધિનિયમમા ગમે તે મજકુર હોય તે છતા તે કોટૅના હુકમનામા કે હુકમો ઉપર સાધારણ રીતે જેને અપીલ થઇ શકતી હોય તે કોટૅને અપીલ કરી શકશે
(૨) પ્રકરણ ૨૯ની જોગવાઇઓ આ કલમ હેઠળ થયેલી અપીલોને લાગુ પડી શકે તેટલે અંશે લાગુ પડશે અને અપીલ કોટૅ નિણૅય ફેરવી શકશે અથવા ઊલટાવી શકશે અથવા જેની સામે અપીલ કરવામાં આવી હોય તે સજા ઓછી કરી શકશે અથવા રદ કરી શકશે
(૩) સ્મોલ કોઝ કોર્ટે કરેલી એવી ગુના સાબિતી સામે જે સેશન્સ વિભાગમાં તે કોટૅ આવેલી હોય તે વિભાગની સેશન્સ કોટૅને અપીલ થઇ શકશે (૪) એવી ગુના સાબિતી સામેની કલમ ૩૪૭ હેઠળ અપાયેલા આદેશની રૂએ દીવાની કોટૅ ગણતા કોઇ પણ રજીસ્ટ્રાર કે સબ રજીસ્ટ્રારે કરેલી અપીલ જે સેશન્સ વિભાગમાં એવા રજીસ્ટ્રાર કે સબ રજીસ્ટ્રારની કચેરી આવેલી હોય તે વિભાગની સેશન્સ કોટૅને થઇ શકશે
Copyright©2023 - HelpLaw